Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 2 દર્દીઓના મોત : નવા 91 કેસ નોંધાયા : વધુ 124 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 2 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 91 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 124 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,69,409 સેમ્પલ લેવાયા છે

(6:37 pm IST)
  • દક્ષિણ મુંબઈના લગભગ તમામ વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાની અસર આસપાસના જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાંથી ચક્રવાત 'તાઉ તે' નો ખતરો ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત 7 રાજ્યો પર યથાવત છે. 5 રાજ્યોમાં અત્યાર સુધી 11 લોકોનાં મોત નીપજ્યાં છે. વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં મુંબઇ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોના ઘણા જિલ્લાઓમાં વેક્સિનેશન બંધ કરવું પડ્યું છે. અહીં મુંબઇ સહીત ઘણા શહેરોમાં એલર્ટ જાહેર છે. મંગળવારે સવારે વાવાઝોડું પોરબંદર અને મહુવા (ભાવનગર)ની વચ્ચે ગુજરાત કાંઠે ટકરાશે. આ દરમિયાન વાવાઝોડાગતિ પ્રતિ કલાક 185 કિલોમીટર સુધી હોઇ શકે છે. access_time 5:28 pm IST

  • શ્રીનગરની ભાગોળે બે આતંકીઓ ઠાર મરાયા : બાકીના સાથે મૂઠભેડ ચાલુ : શ્રીનગરને અડીને આવેલા ખાન મોહ વિસ્તારમાં બે આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા છે, જયારે બીજા ૨ થી ૩ આતંકવાદીઓ સાથે મૂઠભેડ ચાલુ છે : આજે વ્હેલી સવારે આ વિસ્તારમાં આતંકીઓ જોવા મળ્યાની જાણ થતાં એસઓજી, લશ્કર અને સીઆરપીએફની સંયુકત ટુકડી પહોંચી ગયેલ અને એક મકાનમાં છુપાયેલા આતંકીઓ સાથે મૂઠભેડ શરૂ થયેલ : સુરક્ષા કર્મીઓ ઘર-ઘરની તલાશી લેતા હતા ત્યારે એક મકાનમાં છુપાયેલા આ આતંકીઓએ નજીક આવેલા જવાનો ઉપર ગોળીબાર શરૂ કરેલ : સુરક્ષાદળોએ આત્મસમર્પણ કરવા કહ્યુ છતા આતંકીઓએ ગોળીબાર ચાલુ રહેતા બે ને ઠાર મારવામાં આવેલ access_time 12:15 pm IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ માં ભારે રાહત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 119 અને ગ્રામ્યના 160 કેસ સાથે કુલ ફક્ત 279 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:34 pm IST