Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા-જામકંડોરણા તાલુકાના કુલ ૧૧૧૩ લોકોનું સ્થળાંતર કરાયું

રાજકોટ :રાજ્યના દરીયા કાંઠે આવી પહોંચેલા અતિ તિવ્ર વાવાઝોડા "તૌઉતે"થી સાવચેતીના પગલારૂપે રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા-જામકંડોરણા તાલુકાના કુલ ૧૧૧૩ લોકોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોવિડ – ૧૯ની  ગાઈડલાઈન સાથે સુરક્ષીત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાલ સુધીમાં ધોરાજી-ઉપલેટા-જામકંડોરણા તાલુકાના કુલ ૩૦ જેટલા દરીયાકાંઠાના ગામોના કુલ ૧૧૧૩ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં ધોરાજીના કુલ ૨૬૭ લોકોનું સ્થળાંતર કરાયું છે, જે પૈકી ૯૩ સ્ત્રી, ૯૯ પુરૂષો અને ૭૫ બાળકોનો સમાવેશ થાય છે. ઉપલેટા તાલુકાના કુલ ૭૧૪ લોકોને સ્થળાંતર કરાયા છે, જે પૈકી ૨૭૭ સ્ત્રી, ૨૮૭ પુરૂષો અને ૧૫૦ બાળકોનો સમાવેશ થાય છે તેવી જ રીતે જામકંડોરણા તાલુકામાં ૪૪  સ્ત્રી, ૫૧ પુરૂષો અને ૩૭ બાળકો મળી કુલ ૧૩૨ લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યા છે.
ત્રણેય તાલુકાના કુલ ૧૧૧૩ જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, જેમાં કુલ ૪૧૪ સ્ત્રીઓ, ૪૩૭ પુરૂષો અને ૨૬૨ જેટલા બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ લોકોને કુલ ૪૦ આશ્રય સ્થાનોમાં રાખવામાં આવ્યા છે. જ્યાં તેમના માટે ૧૭૦૦ જેટલા ફુડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમામ તાલુકાના લોકોને "તૌઉતે" વાવાઝોડા થી સાવચેતી લેવા અંગે જાણ કરવામાં આવ્યા છે, તેમ વહીવટી તંત્રની યાદીમાં યાદીમાં જણાવાયું છે.

(6:41 pm IST)