Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

હળવદના ટીકરમા રાત્રે રણમાથી સ્થળાંતર કરેલા ૧૫૦ લોકો સવારે ગાયબ થતા ચકચાર

શ્રમિકો પાછા રણ સહિત જુદી જુદી મજુરી કામે જતાં રહેતા આશ્રય સ્થાન ખાલીખમ : તલાટીએ કીધું માણસોને પકડી થોડાં રખાય

હળવદમા તૌકતે વાવાઝોડાના જોખમે રાત્રી દરમિયાન રણમાંથી આશરે ૧૫૦થી વધુ લોકોને ટીકર શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા પરંતુ સવારે સ્થળાંતર કરેલા શ્રમિકો પાછા રણ સહિત જુદી જુદી મજુરી કામે જતાં રહેતા આશ્રય સ્થાન ખાલીખમ જોવા મળ્યું હતું જોકે સ્થળાંતર કરેલા શ્રમિકો ક્યાં ગયા તે પુછતાં તલાટીએ કીધું માણસોને પકડી થોડાં રખાય ત્યારે મજુરી અર્થે ગયેલાં શ્રમિકો સાથે અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ ? અને સરપંચ અને જિલ્લા પંચાયત સદસ્યએ રાત્રે કરેલી મહેનત પર પાણી શું કામ તંત્ર ફેરવી રહ્યું છે

  હળવદના ટીકર સહિત માનગઢ, અજીતગઢ, જોગડ અને ખોડ રણકાઠાના ગામો હોવાથી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને દરેક ગ્રામ પંચાયત તલાટી કમમંત્રીઓને હેડ કવાર્ટર નહી છોડવાની સુચના પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવી છે જ્યારે રણમાં અગરીયાઓને રણમાં અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે અને તમામ અગરીયાઓને સલામત સ્થળે ખસી જવાની સુચના બાદ પણ ટીકરના રણ વિસ્તારમાં રોકાયેલા શ્રમિકના રાત્રે સરપંચ અને પુર્વ જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા સ્થળાંતર ટીકરની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું પરંતુ હવે તંત્રની જવાબદારી હતી કે તેમની વ્યવસ્થા કરી અને શ્રમિકોને તકલીફો ઉભી ન થાય પરંતુ તંત્ર તેમા વામળુ પુરવાર થયું છે અને સ્થળાંતર કરેલા શ્રમિકો સવાર પડતા જ રણ કે અન્ય મજૂરી કામે જતાં રહેતા તંત્રની બેદરકારી સામે આવી છે.

(8:13 pm IST)