Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

માળિયાના નવલખી નજીક દરિયામાં કોલસા ભરેલું બાજ ડૂબ્યું : સદનસીબે કોઈ જાનહાની નહિ.

૧૨૦૦ ટન કોલસો ભરેલું બાજ દરિયામાં ગરકાવ થયું

મોરબી : માળિયા તાલુકામાં આવેલ નવલખી બંદર નજીક દરિયામાં કોલસા ભરેલું બાજ ડૂબવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ૧૨૦૦ ટન કોલસો ભરેલું બાજ દરિયામાં ગરકાવ થયું હતું સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થઇ નથી
  નવલખી નજીક દરિયામાં કોલસા ભરેલું બાજ ડૂબ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે નવલખી પોર્ટના અધિકારી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સિદ્ધ સાગર નામનું બાજ દરિયામાં ગરકાવ થવા પામ્યું છે અંદાજે ૧૨૦૦ ટન કોલસો ભરેલ હતો જે બાજ વેસેલ પરથી કોલસો ભરી પરત ફરતું હતું ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી શ્રીજી શીપીંગ કંપનીનું બાજ હોવાની માહિતી પણ મળી છે
 ખરાબ હવામાનને પગલે દુર્ઘટના સર્જાઈ હોવાનું પણ બંદરના અધિકારીએ જણાવ્યું હતું બાજમાં ભરેલ કોલસાનો મોટો જથ્થો પણ પાણીમાં ગરકાવ થતા નુકશાન થવા પામ્યું છે જોકે સદનસીબે કોઈ જાનહાની નહિ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

(11:36 pm IST)