Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

કવિ ત્રાપજકરના સમગ્ર સાહિત્‍યનો વિમોચન યોજાયો

ભાવનગરઃ ગુજરાત સાહિત્‍ય અકાદમી આયોજિત પૂ. મોરારિબાપુનાવરદ હસ્‍તે કવિ ત્રાપજકરના ૧૧ પુસ્‍તકોનું વિમોચન ત્રાપજ મુકામે યોજાઈ ગયું. જૂની રંગભૂમિના નાટ્‍યકાર - ગીતકાર પરમાનંદ મણિશંકર ત્રાપજકરના અપ્રાપ્‍ય પુસ્‍તકોના સમગ્ર સાહિત્‍યનું ગુજરાત સાહિત્‍ય અકાદમી દ્વારા પ્રકાશન થયું છે. સાથે સાથે વિષ્‍ણુરામ ત્રિવેદીનું પુસ્‍તક ‘શિહોરની નોંધોમાં નાનાસાહેબ પેશ્વા'તથા રક્ષા શુક્‍લ આલેખિત પુસ્‍તક ‘માનસમર્મ'નું વિમોચન પણ થયું હતું. આ કાર્યક્રમમાં પદ્મશ્રી વિષ્‍ણુ પંડ્‍યા, ધારાસભ્‍ય કનુભાઈ બારૈયા અતિથિવિશેષ હતા. ત્રાપજકરના સુપુત્ર શરદભાઈ અને જાણીતા શિક્ષણ વિદ ડો. જયેન્‍દ્રસિંહ જાદવે પ્રતિભાવ આપ્‍યો હતો. મહેશભાઈ ગઢવી અને અન્‍ય કલાકારોએ કવિ ત્રાપજકરની રચનાઓનું ગાન કર્યું હતું. સંચાલન કવિશ્રી હરદ્વાર ગોસ્‍વામી એ કર્યું હતું. પોતાના જ ગામના કવિ ત્રાપજકરના સુપુત્ર શરદભાઈનું સમસ્‍ત ત્રાપજ ગામ દ્વારા સન્‍માન કરાયું હતું. આ ભવ્‍યાતિભવ વિમોચન સમારોહમાં કવિઓ, સાહિત્‍યકારો, આજુબાજુના તેમજ ત્રાપજ ગામના ગામલોકો ઉપસ્‍થિત રહ્યા હતા. 

(11:02 am IST)