Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

બાબરામાં તાલુકા SC-ST-OBC સમાજની બેઠક યોજાઇ

બક્ષીપંચના રાજય મહામંત્રી પી.ડી. કોઠીવાળ અને રાજકોટના માજી ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત : સમાજના પ્રશ્નો સમસ્યાઓ બાબતે ચર્ચા વિચારણા કરાઇ

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા. ૧૭ : બાબરામાં સર્કિટ હાઉસ ખાતે તાલુકા ઓબોસી,એસ સી અને એસ ટી સમાજની બેઠક રાજ્ય બક્ષીપંચના મહામંત્રી પી ડી કોઠીવાળ,તેમજ રાજકોટના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પરમારની ઉપસ્થિતમાં યોજાય હતી.

સમાજના અગ્રણીઓ દ્વારા બક્ષીપંચ તેમજ એસ ટી અને એસ સી સમાજને પડતી મુશ્કેલીઓ પ્રશ્નોે અને સમસ્યાઓ બાબતે ચિંતા અને ચિંતન કરવામાં આવ્યું હતું તેમજ જાહેર જીવનમાં સમાજનું પ્રતિનિધિત્વ બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

  આ બેઠકમાં એડવોકેટ હરેશભાઈ મેવાડા, સામતભાઈ આહીર,લઘુમતી સમાજના મુસાભાઈ પરમાર. વજુભાઈ સુસરા, વિજયભાઇ જાપડીયા કોળી સમાજના અગ્રણી, રાજુભાઈ ઉનાળા, સહિત મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(1:04 pm IST)