Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

મોરબીમાં VCE હડતાળને સરપંચો અને તલાટી-કમ-મંત્રીઓનું સમર્થન

મોરબી,તા.૧૭ : ગત તા.૧૧/૦૫થી સ્ઘ્ચ્ મંડળ હડતાળ પર હોવાથી તેમની હડતાળને મોરબી જીલ્લાના સરપંચઓ તેમજ મોરબી જીલ્લાના તલાટી-કમ-મંત્રી મંડળે પણ સ્ઘ્ચ્ની હડતાલને સમર્થન મળ્યું છે.આ બાબતે મોરબી જિલ્લા ગ્રામ પંચાયત ઓપરેટર મંડળ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી નિરાકરણ ન લાવતા આંદોલન-ધરણાની ચીમકી આપવામાં આવી છે.

 આ રજુઆતમાં જણાવાયું છે કે હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા સ્ઘ્ચ્ તેઓના મંડળના આદેશ અનુસાર તા.૧૧/૦૫/૨૦૨૨ થી હડતાલ ઉપર છે. જે બાબતે તા.૦૯ના રોજ આવેદન આપવામાં આવેલ છે.મોરબી જીલ્લાના સરપંચો તેમજ મોરબી જીલ્લાના તલાટી-કમ-મંત્રી મંડળે પણ સ્ઘ્ચ્ની હડતાલને સમર્થન આપેલ છે.  આ બાબતે સરકાર તરફથી હજુ સુધી નિરાકરણ આવેલ નથી.ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોના હીતમાં પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવે તેવી રજુઆત સરકારમાં કરવામાં આવે.જો આગામી દિવસોમાં આ બાબતે કોઇ નિરાકરણ નહીં આવે તો રાજય મંડળ દ્વારા જે આદેશ આપવામાં આવશે.તે મુજબ આગળના કાર્યક્રમ કરવાની ફરજ પડશે અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન / ધરણા / પ્રતીક ઉપવાસ કરવામાં આવશે.

(1:32 pm IST)