Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

વિસાવદરના શોભાવડલાના શખ્‍સને ધાકધમકી આપી સગીરા પર દુષ્‍કર્મ

ભોગ બનનાર તરૂણીના પરિવારને પણ ધમકી આપી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૭ : વિસાવદરના શોભાવડલા ગામના એક શખ્‍સે એક સગીરા પર ધાકધમકી આપી દુષ્‍કર્મ ગુજારી ભોગ બનનાર તરૂણીના પરિવારને ધમકી આપી હોવાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

વિસાવદરના એક ગામની ૧૭ વર્ષીય સગીરા ઉપર શોભાવડલા (લસર) ગામનો અક્ષય વિઠ્ઠલ રાણવા નામના શખ્‍સે વિસાવદરના કાનાવડલા ગામે રહેતા તેના સગાના ઘરે ધાકધમકી આપીને દુષ્‍કર્મ ગુજાર્યુ હતું.

શારીરીક અત્‍યાચાર ગુજાર્યા બાદ અક્ષયએ તરૂણીને તેના પરિવારને પણ મારી નાખવાની ધમકી આપી હતી.

નરાધમની ધમકીથી સગીરા ડરી ગઇ હતી અને ગુમસુમ રહેતી હતી ગઇકાલે તેણીએ વીતક કથા જણાવતા તેનો પરિવાર હતપ્રભ થઇ ગયો હતો.

ગત રાત્રે ભોગ બનનાર કિશોરીએ ફરીયાદ નોંધાવતા વિસાવદરના પી.એસ.આઇ.એસ.આઇ. સમુરીએ અક્ષય વિરૂધ્‍ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પી.આઇ. નિરવ શાહ ચલાવી રહ્યા છ.ે

(1:59 pm IST)