Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

અમરેલી :ખેડુતો મીની ઓઇલ મીલ બનાવી શકે તે માટે રાજ્ય સરકારની યોજનાકીય સહાય અમલ

સહાયનો લાભ લેવા તા. ૮ જૂન સુધીમાં અરજી કરવી

 

અમરેલી:અમરેલી જિલ્લાના ખેડૂતોને નાણાકીય વર્ષ ૨૦૨૧ - ૨૨ અંતર્ગત વિવિધ સહાય યોજનાઓનો લાભ આપવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. નેશનલ સિક્યોરિટી મિશન - ઓઇલ સીડ સહાય યોજનામાંથી નાના ઓઇલ એક્ષટ્રેક્ષ્ન યુનિટ (મીની ઓઇલ મીલ) બનાવવા માટે યુનિટ કિંમતના ૫૦ ટકા અથવા રુ. ૨.૫૦ લાખની મર્યાદા, બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય યોજના અમલી છે.

આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય એવા ખેડૂતોને એફ પી ઓ, એન જી ઓ, એસ એચ જી દ્વારા આગામી તા.૮ જૂન - ૨૦૨૨ પહેલા નિયત કરવામાં આવેલા નમૂનામાં અરજી કરવી. અરજી સાથે ૮- અ, ૭ - ૧૨ અથવા રજીસ્ટ્રર લીઝ ડીડ, રુ.૧૦૦નું નમૂના - ૨ મુજબનું કબૂલાતનામું, સામગ્રી/ મશીનરીના કવોટેશન આધાર કાર્ડ, અરજદાર સંસ્થા હોય તો  નમૂના - ૩ મુજબનું સહમતી પત્રક, બાંધકામ રજા ચિઠ્ઠી અથવા એન. એન. ની પરવાનગી નકલ, વીજ કનેક્શન માટે એન ઓ સી / વીજ બિલની નકલ વગેરે સાધનિક કાગળો જોડી સહી કરી જિલ્લા કક્ષાએ ખેતીવાડી શાખામાં અથવા તાલુકા ખેતીવાડી કચેરીએ પહોંચાડવી.

આ અંગે વધુ વિગતો અને માહિતી, અરજી ફોર્મ માટે ખેતીવાડી કચેરીએ અથવા જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરી શકાશે.  વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.

(11:18 pm IST)