Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમી-સ્વાતંત્ર્ય પર્વની સાદગીથી ઉજવણી

કોરોના મહામારીના કારણે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ તથા ધ્વજવંદનના સામૂહિક કાર્યક્રમો રદ કરાયા

રાજકોટ, તા.૧૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બુધવારે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ તથા શનિવારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી હતી.

કોરોના મહામારીના કારણે આ વખતે સામૂહિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતાં.

વાંકાનેર

વાંકાનેર : વાંકાનેરમાં ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની સેવા સદન ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવેલ. સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક સાથે અધિકારીઓ-પદાધિકારીઓ, આમંત્રીતોની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારી એન.એફ.વસાવાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

પોલીસ અધિકારી પી.આઇ. રાઠોડ અને પોલીસ જવાનોએ પરેડ યોજેલ. ડેપ્યુટી કલેકટરશ્રીએ ભારતના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભેચ્છા સાથે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. બાદમાં સેવા સદન ખાતે કોરોના વોરિર્યસ અને કોરોનાને મહાત આપનારા દર્દીઓનું ઉપસ્થિત અધિકારીઓ અને અગ્રણીઓના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

ભારતના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વના આ પાવન પ્રસંગમાં ઉપસ્થિત મામલતદાર આર.આર. પાદરીયા, ટી.ડી.ઓ.શ્રી ગઢવી, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલ, ગાયત્રી શકિત પીઠના અશ્વિનભાઇ રાવલ, શહેર પોલીસના પીઆઇ શ્રી રાઠોડ ઉપરાંત શહેર અને તાલુકા ભાજપના અગ્રણીઓના હસ્તે સેવા સદન પરિષરમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ-કર્મચારીઓ વૃક્ષ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

(12:11 pm IST)