Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

વિસાવદરમાં ડાયમંડ એસો. દ્વારા તિરંગા રેલી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૬: વિસાવદર ડાયમંડ એસોસિયેશન દ્વારા આઝાદીનાં ૭૫ વર્ષની આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી કરવામાં આવેલ જે અંતર્ગત વિસાવદર ડાયમંડ એસોસિયેશનનાં પ્રમુખ વિજયભાઈ રીબડીયાની રાહબરી હેઠળની વિસાવદર શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલથી સરદાર પટેલ ચોક સુધી ભવ્‍યાતિભવ્‍ય દેશભક્‍તિનાં રંગા રંગ માહોલમાં તિરંગા યાત્રા યોજાયેલ જેમાં બહોળી સંખ્‍યામાં વિસાવદર હીરાના કારખાનાનાં માલિકો, કારીગરો સહિતના જોડાયા હતા.આઝાદીના આ અમૃત મહોત્‍સવને ઉજવવા ડાયમંડ ઉદ્યોગના ૪૦૦૦થી વધારે કારીગરોમાં જબરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

(10:20 am IST)