Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જૂનાગઢમાં કોમી એકતા-રાષ્‍ટ્રીય એકતા સમિતી દ્વારા ધ્‍વજવંદન

જૂનાગઢઃ ૭૬ માં આઝાદી દિવસે જુનાગઢ કોમીએકતા રાષ્ટ્રીય એકતા સમીતી દ્વારા સુખનાથ ચોકમા ધ્‍વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ડિવાયએસપી શ્રી જાડેજા, એ ડિવિઝન પી.આઈ.વાઢેર સુખનાથ ચોક પી.એસ.આઈ ચુડાસમા સાહેબ તેમજ અન્‍ય પોલીસ કર્મચારીઓ અને ધારાસભ્‍ય શ્રી ભીખાભાઈ જોષી, જુનાગઢ કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમીતિના બટુકભાઈ મકવાણા, નગર સેવક અસલમભાઈ કુરેશી, પુર્વ નગર સેવક વહાબભાઈ કુરેસી, જીસાન હાલેપોત્રા, અશ્વિનભાઈ મણીયાર,સોહેલ સિદિકિ, રાઈફખાન, કાસમભાઈ જુણેજા, રેહાનખાન બાબી વગેરે સામાજિક રાજકિય આગેવાનો હાજર રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી-જૂનાગઢ)

(10:21 am IST)