Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

અમરેલીમાં ત્રણ આરોપી તુર્તજ ઝડપાઇ ગયા

અમરેલી : રૂરલ પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૬૭૯/૨૨ આઇપીસી કલમ ૩૦૭, ૩૨૪, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૯ જીપીએ કલમ ૧૩૫ મુજબનો ગુનો ગત તા. ૧૫/૮/૨૦૨૨ના રોજ રજી. થયેલ હોય ગણતરીના કલાકમાં (૧) નરેન્‍દ્રસિંગ ઉર્ફે સન્‍ની ગુરુમેલસિંગ વિરડી (ઉવ. ૨૯) ધંધો મજુરી રહે. અમરેલી બ્રાહ્મણ સોસાયટી, રામનગર શેરી નં. ૮ (૨) રવિરાજભાઇ હનુભાઇ ખુમાણ (ઉવ.૨૫) ધંધો ગેરેજનો રહે., લુવારીયા જુનાગામમાં તા.લાઠી (૩) ઉદયભાઇ ભાભલુભાઇ વાળા (ઉવ.૩૯) ધંધો ડ્રાઇવીંગ રહે. મુળ પાણીયા ગામ, જુના ગામ વિસ્‍તાર તા.જી. અમરેલી હાલ રહે. અમરેલી ઉર્જાનગર હનુમાનપરા રોડ ને ઝડપી લીધા હતા. આ કામગીરી હિમકરસિંહ, પોલીસ અધિક્ષકનાઓની સુચનાથી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલીના માર્ગદર્શન હેઠળ પી.વી.સાંખટ ઇન્‍ચા. પો.સબ.ઇન્‍સ. તથા (૧) વરજાંગભાઇ રામાઆતા મુળીયાસીયા પો.કોન્‍સ. (૨) હિતેષભાઇ નાથાભાઇ આલ પો.કો. (૩) ભાવેશભાઇ દડુભાઇ બુધેલા પો.કો. (૪) કનુભાઇ દિનુભાઇ વાળા ડ્રા.પો.કો. દ્વારા કરવામાં આવેલ છે.

 

(10:47 am IST)