Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

કાલે ભૂચર મોરીના મેદાનમાં ૧૭ જીલ્લાનાં પ હજાર યુવાનો તલવારબાજી કરશે

નવો વિશ્વ રેકોર્ડ સર્જાશેઃ ૩૦ વર્ષથી શહિદ શ્રધ્‍ધાંજલી સમારોહનું થતુ આયોજન

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ૧૭ :.. ધ્રોલ ખાતેના ઐતિહાસિક ભૂચર મોરીના મેદાન ખાતે છેલ્લા ૩૦ વર્ષોથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચર ગોરી શહીદ સ્‍મારક ટ્રસ્‍ટ દ્વારા છેલ્લા ૩૦ વર્ષોથી શહીદે શ્રધ્‍ધાંજલી સમારોહનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે આ શહીદ શ્રધ્‍ધાંજલી અર્પણ માટે એક વિશિષ્‍ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવા આગામી તા. ૧૮ ઓગસ્‍ટ ગુરૂવારનાં રોજ ભૂચર મોરી શહીદ સ્‍મારક ટ્રસ્‍ટ ધ્રોલ ખાતે શહિદ શ્રધ્‍ધાંજલી સમારોહ એક વિશિષ્‍ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છ. જેમાં પ૦૦૦ રાજપૂત યુવાનો તલવાર બાજી કરીને એક નવા વિશ્વ રેકોર્ડની સ્‍થાપના કરવા જઇ રહેલ છે.

ગુજરાતના ૧૭ જીલ્લાઓમાં રાજપૂત યુવાનોએ છેલ્લા એક મહિનાથી તલવાર બાજીની સઘન તાલીમ મેળવી રહેલ છે.

ધ્રોલ  ખાતેના શહિદ શ્રધ્‍ધાંજલી સમારોહ પ્રસંગે મુખ્‍ય મહેમાન શ્રી ગજેન્‍દ્રસિંહ  શેખાવત, કેન્‍દ્રીય જળ શકિત મંત્રીશ્રી, ભારત સરકાર નવી દિલ્‍હી તથા માનવંતા મહેમાનો શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મહામંત્રીશ્રી ગુજરાત રાજય, શ્રી કિરીટભાઇ રાણા, મંત્રીશ્રી વન અને પર્યાવરણ વિભાગ, શ્રી કિર્તીસિંહ વાઘેલા, રાજય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી, શ્રી ધમેન્‍દ્રસિંહ (હકુભા), જાડેજા, ધારાસભ્‍ય અને પૂર્વ મંત્રીશ્રી, શ્રી આઇ. કે. જાડેજા, પૂર્વ મંત્રી ગીતાબા જાડેજા, ધારાસભ્‍ય શ્રી જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્‍યશ્રી, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારાસભ્‍ય, ડો. જયેન્‍દ્રસિંહ જાડેજા, મેનેજીંગ ટ્રસ્‍ટી યુવા સંઘ, શ્રી પી. ટી જાડેજા, ઉદ્યોગપતિ અને દાતાશ્રી આંતર રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી યુવા સઘ, સહિત સમાજના ઉદ્યોગપતિઓને સમાજ દાતાઓ હાજરી આપશે.

ધ્રોલ ખાતે આગામી શહીદ શ્રધ્‍ધાંજલી સમારોહનાં કાર્યક્રમ અંગે ડો. રાજેન્‍દ્રસિંહ જાડેજા, કાર્યકારી જીલ્લા અધ્‍યક્ષ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, નીરૂભા  ઝાલા, નીરૂભા જાડેજા, સહિતના કાર્યકરોએ હાજરી આપી અને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજીને આ કાર્યક્રમની જાણકારી આપેલ.

(1:02 pm IST)