Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

કેશોદમાં રાજપૂત સમાજના યુવાનોને તલવાર રાસ માટે તાલીમ

 (સંજય દેવાણી દ્વારા) કેશોદઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આગામી તા.૧૮-૮-૨૦૨૨ ના શીતળા સાતમ નિમિત્તે ભૂચર મોરી ધ્રોલ ખાતે એક સાથે પાંચ હજાર યુવાનો તલવાર રાસ કરી વિશ્વ રેકોર્ડ કરશે. કેશોદ દરબાર વાડી ખાતે તા.૧૨ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્‍યે કેશોદ તાલુકા ના રાજપૂત સમાજના યુવાનોને તલવાર રાસ માટે તાલીમ આપવામાં આવી હતી.આ તકે ઉપસ્‍થિત શ્રી જાડેજા, શ્રી ગોહિલ, શ્રી ચુડાસમા સાહેબ, જીતુભા સોલંકી, તાલીમ આપવા માટે પધાર્યા હતા, અને કેશોદ તાલુકા રાજપૂત સમાજના આગેવાનો, યુવાનો,વડીલો હાજર રહ્યા હતા.

(1:15 pm IST)