Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

નવસારી પાસે આછવણીના સ્‍વયંભૂ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહોત્‍સવ ૨૨મીએ અવનવા ધર્મભીના કાર્યક્રમો

ભાવનગર,તા. ૧૭ : નવસારી પાસે ખેર ગામ તા.ના આછવણીમાં લબ્‍ધપ્રતિષ્‍ઠિત તીર્થાટન પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવત ગુર્ણોના વીરલાધારક પૂ.પ્રભુદાદાની પાવન નીશ્રામાં શ્રાવણ મહોત્‍સવ પૂર્ણ દીવ્‍યતા સભર ઉજવાઇ રહ્યો છે.
નવસારીના ઉદ્યોગપીત અને પ્રખર શિવ ઉપાસક બીપીનભાઇ વી.પરમારના જણાવ્‍યા અનુસાર શ્રાવણ મહોત્‍સવ અંતર્ગત તા. ૨૨/૮/૨૦૨૨ના છેલ્લા સોમવારની વિશિષ્‍ટ રીતે ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે મુંબઇ  (મીરા રોડ)ના પ્રભાવક ભાગવતાચાર્ય પૂ.રસીકભાઇ વી.રાજયગુરૂ યુવા કથાકાર રાકેશભાઇ રાજ્‍યગુરૂના શ્રીમુખે વ્‍યાખ્‍યાન રાખવામાં આવેલ છે. અધિષ્‍ઠાતા પૂ.પ્રભુદાદાના જણાવ્‍યા અનુસાર દરરોજ સત્‍યનારાયણ કથા, હનુમંત યજ્ઞ, શિવપૂજન સાથોસાથ અખંડ મહાપ્રસાદનો અનેકાનેક ભકતો લાભ લઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે મંદિર ખાતે દાનપેટી રાખવામાં આવેલ નથી તેમજ રોજબરોજ ઉજવાતા ઉત્‍સવોનું ફંડ ફાળો કદી લેવાતો નથી. તેમણે ઉમર્યું કે ફંડ થાય ત્‍યાં બેડ થાય સમગ્ર ભારતના તીર્થક્ષેત્રમાં વિધ-વિધ પ્રકારના યજ્ઞો યોજવા પાછળનો હેતુ સદધર્મ વૃધ્‍ધિ સનાતમ ધર્મ સંસ્‍કારના પોષણ, સંવર્ધન અને દ્રઢીકરણનો છે. આજે શિવપૂજન, અભિષેક, હોમનો લાભ સેવા ભેખધારી અને માજી સાંસદ કીશનભાઇ પટેલ, ભાવનગરના પત્રકાર મનિષ પી.દવે વી.એ. લીધેલ વિશેષ માહિતી માટે મો. ૯૮૨૫૦ ૫૯૫૮૦ ઉપર સંપર્ક સાધવો.
આછવણીના સ્‍વયંભૂ પ્રગટેશ્વર મહાદેવના દર્શને પૂ.પ્રમુખ સ્‍વામિ બાપા પધાર્યા હતા.
આછવણી (નવસારી)ના પ્રગટેશ્વર મહાદેવનાં દર્શન કરવા ત્રીસ વર્ષ પહેલા પૂ.પ્રમુખ સ્‍વામી મહારાજ પધાર્યા હતા. અને અભિષેક કરેલ શ્રાવણી મહોત્‍સવ ૨૦૨૨માં દાદાને શીશ ઝુકવવા હિન્‍દુ સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયના પૂ.પાદ સાધુ,સંતો, મહંતો, વિદ્વાન, કથાકારો, મઠાધિપતિઓ, આચાર્યો, આવેલ ભકતજનો આ સ્‍થાનને ધારેશ્વર તરીકે લેખાવે છે. ભકતો ધારે એ કાર્ય પરીપૂર્ણ થાય છે.
ભગવાન શિવનું બીજુ નામ છે. રૂદ્ર મહાદુઃખ કે દુઃખના કારણનો નાશ કરનાર રૂદ્ર ન્‍યુજર્સી, શિકાંગો અને કર્નીગના ભકતજનોના યજમાન પદે શિવ નામ સ્‍મરણ યજ્ઞ તેમજ ‘શીગ્‍યસ્‍ય પરમ મંગલમ' ધર્મં મહોત્‍સવ ની તડામાર તૈયારીઓ થઇ રહેલ છે.

 

(4:07 pm IST)