Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ઉપલેટાનો મોજ ડેમ છલોછલઃ ૮ ગામોને ચેતવણી છાપરવાડી ઓવરફલોઃ ૧ દરવાજો ખોલાયો : ૭ ગામો એલર્ટ

રાજકોટ,તા.૧૭: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનો  મોજ ડેમ હાલ ૯૦% ભરાઈ ગયેલ છે.
પાણીની આવક વધતા ગમે ત્‍યારે ઓવરફલો થવાની શક્‍યતા હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા મોજીરા, ગઢાવા, કેરાળી, ખાખી જાળીયા, નવાપર, સેવંત્રા, ઉપલેટા, વાડલા ગામોના લોકોને નદીના પટમાં અવર - જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા સુચિત કરવામાં આવ્‍યું  છે. મોજ ડેમ ૪૪ ફુટે છલકાય છે. ૪૨ફુટ ઉપર પાણી ભરાઇ ગયુ છે.
દરમિયાન જેતપુર તાલુકાના છાપરવાડી-૨ ડેમનો ૧ દરવાજો ૧ ફૂટ ખોલવામાં આવ્‍યો હોવાનું જાહેર કરાયું છે. છાપરવાડી-૨ ડેમ હાલ નિર્ધારિત સપાટીએ ભરાઈ જતાં ૧ દરવાજો ૧ ફૂટ ખોલવામાં આવેલ છે. હાલ ડેમમાં ૧૪૫૦ કયુસેક પ્રવાહની આવક અને હાલ ડેમમાંથી ૧૪૫૦ કયુસેક પ્રવાહ છોડવામાં આવે છે.જળાશયની ભરપુર સપાટી ૯૮.૩૮ મી.
જળાશયની હાલની જળસપાટી ૯૮.૩૮ મી. છે. છાપરવાડી-૨ ડેમની આસપાસના હેઠવાસ ગામોમાં લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા,પ્રેમગઢ લુણાગરી,રબારીકા સહિતનાં ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફલડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.

 

(4:09 pm IST)