Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ધોરાજી, ઉપલેટાના હેઠવાસના ગામોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવર-જવર ન કરવા સુચના

રાજકોટ: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસેનો ભાદર -૨ ડેમ ઓવરફ્લો થઈ ગયેલ છે. ડેમના ૫ દરવાજા ૩.૫ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં ૨૪૨૨૭ કયુસેક પાણીની આવક સતત ચાલુ છે. ડેમની હેઠવાસમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી ઉપલેટા તાલુકાના ડુંમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા સહિતના  ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.

(4:13 pm IST)