Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ભાવનગરના શિહોરમાં એક ઈચ વરસાદ :જિલ્લાના અન્ય તાલુકાઓમાં છુટાછવાયા ઝાપટાથી માંડી અડધો ઇંચ વરસાદ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: ગોહિલવાડ પંથકમાં શ્રાવણી સરવડાથી માંડી અડધાથી એક ઈંચ વરસાદ પડ્યો છે. જિલ્લામાં સિહોરમાં એક ઇંચ તથા ગારિયાધારમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જળવાઇ રહ્યો છે. શહેરમાં શ્રાવણી સરવડા અને હળવા ભારે ઝાપટાં વરસી ગયા હતા. જ્યારે જિલ્લામાં છુટો છવાયો વરસાદ પડ્યો છે
આજે સવારના 6 થી સાંજના 6 દરમિયાન ભાવનગરના ઉમરાળામાં 6મી.મી. ગારીયાધારમાં 10મી.મી. જેસર માં 5 મી.મી. પાલીતાણા માં 6 મી.મી.ભાવનગર શહેર માં  3 મી.મી. મહુવામાં 6 મી.મી.વલભીપુર માં 7 મી.મી.અને સિહોર માં 21 મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી નોંધાયું હતું .જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકા અને પવનની ઝડપ 18 કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(8:03 pm IST)