Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

મોરબી : નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશિપમાં મેદાન માર્યુ.

મોરબી : ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત મોરબી યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશિપનું આયોજન મોરબીમાં કરાયું હતું જેમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ જીલ્લા કક્ષાએ વિવિધ કેટગરીમાં નંબર પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે
જેમાં રીધમિક યોગાસન પેરમાં તન્વી અઘારા અને ગુલશાદ શેરશીયા પ્રથમ સ્થાન, આર્ટિસ્ટિક યોગાસન પેરમાં તન્વી અઘારા અને ગુલશાદ શેરશીયા દ્વિતીય સ્થાન અને આર્ટિસ્ટિક યોગાસન સિંગલમાં શીતલ કણઝારીયા તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે ઉપરાંત ટ્રેડિશનલ યોગાસનમાં તન્વી અઘારાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે જે તમામ વિજેતાઓ અને યોગા ટ્રેનર હેત્વી સુતરીયાને સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા અને સ્ટાફ પરિવારે શુભેચ્છાઓ પાઠવી છે.

(8:04 pm IST)