Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ધોરાજીમાં જન્માષ્ટમી તહેવાર ઉપર જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

નીચાણાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા :જન્માષ્ટમીના તહેવાર ઉપર જ કાદવ કિચડનું સામ્રાજ્ય સર્જાયું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:ધોરાજીમાં જન્માષ્ટમી તહેવાર ઉપર જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે, ધોરાજીમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. અને બપોર સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો
મેઘમહેર યથાવત રહેતા ખેડૂતવર્ગમા આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
સીઝનમાં અગાઉ ૧૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાતા સિઝનનો કુલ ૨૧ ઇંચ થી વધુ વરસાદ નોંધાયોછે
હાલમાં જન્માષ્ટમી તહેવાર હોય આવા સમયે ધોરાજીમાં ભારે વરસાદ થતાં જન્માષ્ટમી મેળા બાબતે પણ થોડું વિઘ્ન  સર્જાયું હતું
હાલમાં ધોરાજીના નીચાણાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ જન્માષ્ટમીના તહેવાર ઉપર જ કાદવ કિચડનું સામ્રાજ્ય સર્જાયું હતું

(9:05 pm IST)