Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

મોરબીના વોર્ડ ન,3માં તહેવાર ટાણે અંધારા : છેલ્લા ઘણા દિવસોથી રોડ પરની લાઇટો બંધ

નગરપાલિકાની બિન આવડતની સ્ટ્રીક લાઈટો ચાડી.ખાય છે :મહેશ રાજ્યગુરુ

     મોરબી શહેરની એ ગ્રેડની ભાજપ સાસિત નગરપાલિકા જાણે ફક્ત અને ફક્ત તાયફાઓ કરી પ્રજાના પૈસાનો  ગેર ઉપયોગ કરતી હોય એમ લાગી રહ્યું છે

હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમાં મોરબી નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકાની રો પર ની  લાઇટો બંધ છે તેના કારણે અંધકાર છવાયેલો છે આજ નટરાજ ફાટક થી વેજીટેબલ સુધી  મેઇન રોડ કહેવાય છે ત્યાં પણ લાઈટો બંધ હાલતમાં છે તેવી જ રીતે આ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં આશરે ૭૦ ટકા  જેટલી લાઇટો બંધ હાલત માં છે  પ્રજા નગરપાલિકાને ટેક્સ ભરે છે તેમ છતાં ટેક્સના પ્રમાણમાં લોકોને સુવિધા આપવામાં આવતી નથી નગરપાલિકા પ્રજા ને સુવિધા. આપવા માં  નિષ્ફળ નિવડેલ છે ફક્ત અને ફક્ત ટીવી મીડિયામાં આવીને મોટી મોટી વાતો કરતા ભાજપના નેતાઓ પ્રજા ની પરેશાની જોવ અને સાંભળે  આજ  મોરબીની પ્રજાને પ્રાથમિક સુવિધા મળતી નથી    આજે જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તા ઉપર ખાડા પાડી ગયા છે  ગયા છે ચાલીને પણ માણસને જવું હોય તો મુશ્કેલી અનુભવે છે આ તૂટેલા ફૂટેલા રોડ રસ્તા ના કારણે બીમાર દર્દીને હોસ્પિટલ લઈ જાઓ પણ મુશ્કેલ થઈ ગયેલ છે લોકો વાહનો લઈને નીકળે છે ત્યારે પણ ખાડા  ખબડા વાળા રોડના કારણે લોકોના વાહનોમાં મેન્ટન્સ પણ  વધી ગયેલ છે અને કમર અને મણકાના દુખાવાની ફરિયાદો વધવા લાગી છે ત્યારે આ નિભર અને અણઆવડત ભર્યા વહીવટ થી પ્રજા થાકી  છે અવારનવાર મોરબી નગરપાલિકાને વોર્ડ નંબર ત્રણમાં લાઈટો બંધ છે તેની ફરિયાદ કરવા  આવેલ છે છતાં  આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે
મોરબીની પ્રજાએ  ભાજપ ને બાવને બાવન સદસ્ય ચૂટવી ને પાલિકા નો વહીવટ સોપેલ પરંતુ જેમને સતા ચલાવતા નથી આવડતું એવા લોકો મોટી ભા થય ફેર છે ત્યારે પ્રજા ના કામ કેવી કરવા એને  બદલે કય કામ માં કેટલું કમિશન મળી રહેલ છે એજ ચિંતા કરી સદસ્યો અન્દ્રો અંદર ભાગ બટાઈ માટે બાજા બાજી કરે છે અને પ્રજા સામાન્ય સુવિધા માટે પરેશાન છે.   લોકોના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી જેના કારણે હાલ મોરબી શહેર નકાર્ગાર જેવી પરિસ્થિતિમાં ફેરવાઈ ઘેલ છે  પાલિકા ના સતાધીશો જરા પણ શરમ જેવો છાંટો હોય તો  તાત્કાલિક વોર્ડ નંબર ત્રણમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઈટ ઝડપથી ચાલુ કરવામાં આવે તેવી અમારી અને પ્રજા ની  લાગણી અને માગણી છે
તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ ની પ્રેસ યાદી જણાવે છે

(12:20 am IST)