Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

વઢવાણ સર્કલ પાસે આવેલ બગીચો વેરાન બન્યો : બાકડાઓ પણ ગાયબ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૭ : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગેબનશા પીરની દરગાહ પાસે આવેલ સર્કલ પાસે છેલ્લા પચાસ વરસથી આ જગ્યા ઉપર કે જયાં વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા ને જોડતી ચોકડી પડી રહી છે તે સ્થળે બગીચો આવેલો છે.

વઢવાણ માં આ પૂર્વ શાસકો દ્વારા સ્થાપવામાં આવેલ બગીચો જુનવાણી થતા ગુજરાત રાજયના જે-તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ બગીચાનું નવનિર્મિત કામ કરી આ બગીચાને નવું સ્વરૂપ આપવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ વઢવાણની જનતા ને શુદ્ઘ હવા મળી રહે અને રાત્રીના સમયગાળા દરમિયાન નદીકાંઠે વઢવાણ વાસીઓ પોતાના પરિવાર સાથે બેસી શકે તે ઉદ્દેશથી આ બગીચાનો નવનિર્મિત કામ હાથ ધરવામાં આવ્યું હતું.

આ બગીચાને ખુલ્લો મૂકયા બાદ નગરપાલિકાના સત્ત્।ાધીશો દ્વારા આ બગીચા હાલ સુધીમાં જોવામાં આવ્યું ન હોવાનું બગીચો જોતા દેખાય આવી રહ્યું છે ત્યારે હાલમાં આ બગીચામાં આવેલા બાંકડાઓ પણ ખંડિત હાલતમાં થઈ જવા પામ્યા છે ત્યારે બીજી તરફ બગીચાની અંદર પણ કચરાનું અને ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે વરસાદી સિઝન દરમ્યાન આ બગીચામાં વિવિધ વૃક્ષો પણ ઊગી નીકળ્યા છે ત્યારે બીજી તરફ જયારે આ બગીચો બનાવવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પહેલો એવો બગીચો હતો કે જયાં સરકાર દ્વારા આ બગીચાના નવનિર્મિત કામ દરમ્યાન લોન પાથરવામાં આવી હતી તે પણ હાલમાં આ લોન તો વર્તાઈ રહી નથી પરંતુ હાલમાં વરસાદી સિઝન દરમિયાન ઉગી નીકળેલા છોડવાઓ અને વૃક્ષો હાલમાં વર્તાઇ રહ્યા છે.

આ બગીચા ની બાજુમાં આવેલ સીસીટીવી ફૂટેજ નાખવામાં આવ્યા હોવાનો થાંભલો પણ હાલમાં બગીચામાં જવા પામ્યો છે અને તેને પણ આજકાલ ત્રણ વર્ષ જેટલો સમયગાળો થયો હોવા છતાં પણ પાલિકા દ્વારા આ થાંભલો ઊભો કરવામાં આવ્યો નથી અને સીસીટીવી પણ આ થાંભલો બગીચામાં નમી જવાના કારણે બંધ હાલતમાં છે.

તે સમય ના મુખ્યમંત્રી અને હાલ ના વડાપ્રધાન દવારા આ બગીચા નું ઉદદ્યાટન કરવામાં આવ્યું હતું તેમની તકતી આજે પણ આ બગીચામાં લાગેલી છે ૅં ત્યારે આ તખ્તી નીચે વઢવાણ ભોગાવો નદી ને સૌચાલય તરીકે ગણવામાં આવતા અનેક જાતના તર્ક-વિતર્કો ઊભા થયા છે.

બગીચાની બહારના ભાગે સૌચાલય લખીને વઢવાણ ભોગાવો નદી તરફ નિશાની દર્શાવવામાં આવતા હાલમાં આ બાબતે અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે ત્યારે નગરપાલિકા સુરેન્દ્રનગર જિલ્લાની ભોગાવો નદીના સૌચાલય ગણતી હોવાની ચર્ચા  વઢવાણ ના લોકો થવા લાગી છે.

ત્યારે આગામી સમયમાં આ બગીચાનો સમારકામ હાથ ધરી વઢવાણ વાસીઓને રાત્રી દરમિયાન અને ખાસ ત્યાંથી પસાર થતા લોકોને વિસામા ખાવાનું મન થાય તેઓ બગીચો ફરી એક વખત નિર્માણ નગરપાલિકા દ્વારા કરવામાં અને જે સમયે ઉદઘાટન  કરવામાં આવ્યું  તેઓ બગીચો  બનાવવામાં આવે તેવી વઢવાણ વાસીઓ નગરપાલિકા સામે આશા રાખી રહ્યા છે.

(11:40 am IST)