Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

મીઠાપુર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન કરતા DYSP ચૌધરી

ગામના આગેવાન નાગરિકો સાથે બેઠક યોજી પ્રશ્નો સાંભળયા

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા. ૧૭ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઔદ્યોગિક શહેર મીઠાપુર ખાતે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા ડીવીઝન ના ડીવાયએસપી હીરેન્દ્ર ચૌધરી દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેકશન દરમિયાન ચૌધરીએ મીઠાપુર પોલીસ સ્ટેશનની વીઝીટ કરી રેકોર્ડ ચેક કરાયા હતાં.

આ ઉપરાંત ચૌધરી દ્વારા મીઠાપુર સુરજકરાડીના આગેવાનો સાથે લોક દરબાર યોજી મીઠાપુર પોલીસ હદ વિસ્તારની માહિતી એકત્ર કરી હતી અને તેમાં પણ પોલીસની ભૂમિકા અને બીજી કોઇપણ બાબતે કાયદા અને વ્યવસ્થા બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરાઇ હતી.

હાલ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો હોય વધારે લોકો વચ્ચે લોક દરબારના યોજી ખુબ જ ઓછી સંખ્યામાં લોકોને બોલાવી સ્થાનિક પ્રશ્નો વિષે વાતચીત કરવા જણાવેલ હતું. આ ઉપરાંત અનુસુચિત જાતીના લોકોને પણ મળી તેમના કોઇ પ્રશ્નો હોય તો તે બાબતે જણાવવા અનુરોધ કરાયો હતો.આ સમગ્ર ઇન્સ્પેકશન દરમિયાન મીઠાપુર પીઆઇ એસ. ડી. ડાંગર ડીવાયએસપી સાથે રહયા હતા ચૌધરી દ્વારા પીઆઇને કાયદા અનુલક્ષીને સુચના કરવામાં આવ્યા હતાં.

(12:01 pm IST)
  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST