Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ચોરવાડ પોલીસની હકુમતમાં જુગાર રમતા ર૦ શખ્સો પોલીસ ઝપ્ટે ચડ્યા

૩ દરોડમાં કુલ રૂ. ૧.૬પ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૭: જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.  મનિન્દર પ્રતાપસિંહ પવાર  તથા જુનાગઢ જીલ્લા પોલીસ  અધિક્ષક   રવિ તેજા વાસમ સેટ્રીએ જીલ્લામાં ચાલતી દારૂ-જુગારની ગે.કા. પ્રવૃતિ શોધી કાઢી આવી  પ્રવૃતિઓ નેરત નાબુદ કરવા આપલ સુચના આધારે માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક  જે.ડી.પુરોહીતના માર્ગદર્શન હેઠળ ચોરવાડ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. કે,બી. લાલકાની સુચના મુજબ હેડ.કોન્સ.ડી.એચ. કોડીયાતર તથા પો. કોન્સ. વિપુલભાઇ સેજાભાઇ નાઓને અગાઉ સંયુકત બાતમી હકિકત મળેલ કે કુકસવાડા ગામે ખેડા સીમ વિસ્તારમાં રહેતા મોહનભાઇ ડાયાભાઇ ચારીયા પોતાની કબજા ભોગવટાની વાડીના મકાનમાં તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. બાતમી આધારે રેઇડ કરી રૂ. ૧૩રર૦૦/- ના મુદ્દામાલ સાથે કુલ -૮ આરોપીઓ વિરૂધ્ધ ચોરવાડ પો. સ્ટે. જુગારધારા ક.૪,પ મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.

પકડાયેલ આરોપીઓમાં મોહનભાઇ ડાયાભાઇ ચારીયા, રામભાઇ બચુભાઇ ચાવડા, પરબતભાઇ કાનાભાઇ ચુડાસમા, કરશનભમાઇ પીઠાભાઇ વાઢર, નીતિનભાઇ અરજણભાઇ વાઢેર, બાબુભાઇ કારાભાઇ વાઢર, દિલીપભાઇ પીઠાભાઇ વાઢેર, કરશનભાઇ રૂડાભાઇ ધારેચા રહે. બધા કુકસવાડા તા. માળીયા હાટીના સામે ગુન્હો દાખલ કરેલ છે.

પકડાયેલા મુદ્દામાલમાં રોકડ રકમ ૩૩૭૦૦/-, મો. ફોન નંગ પકિ. રૂ. ૧૩પ૦૦/-,મો.સા. નંગ૩ કિ. રૂ. ૮પ,૦૦૦/- નો સમાવેશ થયેલ છે.

જયારે બીજા એક દોરડામાં વિસલબેલ ગામની ધાર સીમ વિસ્તારમાં લખમણ દેવાભાઇ વાળાની વાડીએ રેડ કરી રોકડ રકમ રૂ. ૧૭૬૦૦ સાથે પાંચ આરોપીને પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓમાં (૧) લખમણ દેવાભાઇ વાળા  (ર) ધર્મેશ ધીરૂભાઇ જોરા (૩) જગદિશ ગાંગાભાઇ વાળા (૪) વિપુલ રાજાભાઇ વાળા તથા (પ) વિરાભાઇ ડાયાભાઇ શામળા નો સમાવેશ થયેલ છે.

ત્રીજા બનાવમાં સમઢીયાળા ગામે પ્લોટ વિસ્તારમાં બજરંગ ચોકમાં જાહેરમાં જુગાર રમવા ૭ આરોપીને પકડી પાડી રૂ. ૧પ,૬૦૦ની રોકડ રકમ કબ્જે કરી જુગારધારા ૧ર મુજબ ગુન્હો નોેધલ છે.

આ જુગારના દરોડામાં પકડાયેલ આરોપીમાં કરશન જણાભાઇ (ર) વિજય બચુભાઇ (૩) બાબુ ઉર્ફે સંજય ચીકાભાઇ(૪) જીવાભાઇ રૂડાભાઇ (પ) કાનજીભાઇ જણાભાઇ (૬) પાંચાભાઇ નગાભાઇ તથા હરસુખભાઇ ઉકાભાઇ ભરડાનો સમાવેશ થાય છે.

આ કામગીરી ચોરવાડ પોલીસ સ્ટેશનના પો.સબ. ઇન્સ. કે.બી. લાલકા તથા હેડ કોન્સ. પી.જે.ડાભી, ડી.એસ. કોડીયા તથા પી.એસ. કરમટા, પો.ક ો. ભાવસિંહ, કેશરભાઇ પો. કો. બાબુભાઇ નારણભાઇ વિગેરેએ કરી હતી.

(1:03 pm IST)