Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મોરબી ગેંગ વોર પ્રકરણમાં ચાર આરોપીના ફર્ધર રિમાન્ડ મંજુર, રફીક માંડવીયા રિમાન્ડ પર સોપાયો

ગેંગ વોર પ્રકરણમાં કુલ પાંચ આરોપી ઝડપાયા, પાંચેય આરોપી તા. ૨૦ સુધીના રિમાન્ડ પર સોપાયા

મોરબીના શનાળા બાયપાસ નજીક કારમાં આવેલ ઇસમોએ ધડાધડ ફાયરીંગ કરીને કારમાં સવાર મમુ દાઢી સહિતના ત્રણ વ્યક્તિ પર ગોળીઓ વરસાવી હોય જે હત્યાના બનાવ મામલે પોલીસે અગાઉ ચાર આરોપીને ઝડપી લીધા હતા જેના રિમાન્ડ આજે પૂર્ણ થતા ફર્ધર રિમાન્ડ માંગવામાં આવ્યા હતા તો વધુ એક આરોપી રફીક માંડવીયા ઝડપાયો હોય જેના કોર્ટે તા. ૨૦ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે

મોરબીના શનાળા બાયપાસ નજીક ફાયરીંગ કરીને મમુ દાઢીનું મોત થયું હોય જે બનાવ મામલે મૃતકના પુત્ર મકબુલ મહમદ હનીફભાઈ કાસમાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રફીક રજાક માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ હનીફ ચાનીયા, આરીફ ગુલામ મીર, ઈસ્માઈલ યારમામદ બ્લોચ, રીયાઝ રજાક ડોસાણી, ઈરફાન યારમામદ બ્લોચ, રમીજ હુશેન ચાનીયા, મકસુદ ગફુર સમાં, એઝાજ આમદ ચાનીયા અને ચાર અજાણ્યા ઈસમો સહિતના ૧૩ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
જેમાં હત્યામાં વપરાયેલ કાર કબજે લીધા બાદ આરોપીં ઈસ્માઈલ યારમામદ બ્લોચ, ઈરફાન યારમામદ બ્લોચ, રીયાઝ રજાકભાઈ દોસાણી અને એઝાઝ આમદ ચાનીયા એમ ચાર ઇસમોને ઝડપી લઈને એક હથિયાર તેમજ ત્રણ મોબાઈલ કબજે લીધા હતા અને ઝડપાયેલા આરોપીને કોર્ટમાં ૧૪ દિવસના રીમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યા હોય જે આરોપીઓને કોર્ટે તા. ૧૬ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો હોય જે આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ થતા ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવતા તા. ૨૦ સુધીના ફર્ધર રિમાન્ડ મંજુર કરાયા છે.
તો ગેંગવોરની ઘટનામાં મુખ્ય સુત્રધાર મનાતા રફીક રજાક માંડવીયાને પોલીસે ઝડપી લીધો હોય જેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૨૦ સુધીના રિમાન્ડ પર સોપ્યો છે તો અગાઉ પોલીસે હત્યામાં વપરાયેલ કાર અને એક હથિયાર કબજે લીધુ હોય તો ફાયરીંગમાં ૪ જેટલા હથિયાર વપરાયા હોય જેથી બાકીના હથિયારો રીકવર કરવા અને બાકી રહેલ આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(12:16 am IST)