Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

માળિયાના રાખોડીયા વાંઠ પાસેથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો.

બાવળની કાંટમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૮૦૦ કીમત રૂ ૧૬૦૦ નો જથ્થો જપ્ત

મોરબી :  માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે રાખોડીયા વાંઠ વિસ્તારમાં આરોપી યુસુફ અકબર મોવર રહે માળિયા ત્રણ રસ્તા વાળાના કબ્જા ભોગવટા વાળી જગ્યા બાવળની કાંટમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૮૦૦ કીમત રૂ ૧૬૦૦ નો જથ્થો જપ્ત કર્યો હતો તો રેડ દરમીયાન આરોપી યુસુફ મોવર હાજર નહિ મળી આવતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(12:29 am IST)