Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રાજકોટ યાર્ડની ચૂંટણી પૂર્વે ઉકળતો ચરુ તો ગોંડલ યાર્ડમાં સમરસતાનો માહોલ

 (જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૧૭: સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતાં ગોંડલ તથા રાજકોટ માર્કેટ યાર્ર્ડની આગામી મહીના ની ૧૩ તારીખે ચુંટણી યોજાનારી છે.ત્‍યારે રાજકોટ યાર્ડમાં સતાધારી ભાજપ નાં બે જુથોની ‘રસ્‍સાખેંચ'ચર્ચા નો વિષય બનવાં પામી છે.બીજી બાજું સૌરાષ્ટ્ર નાં રાજકારણનું એપી સેન્‍ટર ગણાતાં ગોંડલ યાર્ડમાં ચુંટણી પુર્વેનો માહોલ સમરસ જણાઇ રહ્યો છે.
આગામી તેર ઓકટોબર નાં રાજકોટ,ગોંડલ માર્કેટ યાર્ડની ચુંટણી યોજાનાર છે.અને સહકારી માહોલ ગરમ બન્‍યો છે.ગોંડલ યાર્ડ છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ હસ્‍તક છે.હાલ અઢી ત્રણ વર્ષનાં વર્તમાન શાસકોની દુરંદેશીએ યાર્ડને પ્રગતિશીલ બનાવ્‍યું છે.પુર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન થી ગોંડલ યાર્ડ અગ્રીમ હરોળમાં મુકાયુ છે.ત્‍યારે આગામી ચુંટણી માત્ર ફોર્માલીટી બની રહે અને ઇલેકશન નહીં પણ સિલેક્‍શન' ની થીયરી અખત્‍યાર બને તેવાં સંજોગો દેખાઇ રહ્યા છે.
ગોંડલ યાર્ડમાં ૧૭૪૧ પૈકી ૬૧૬ ખેડુત,૧૦૫૧ વેપારી તથાં ૭૪ તેલીબિયાં વિભાગ માં મતદારો છે.યાર્ડ નાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા તથાં વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા ના નૈતૃત્‍વ માં પાછલાં વર્ષોમાં નોંધનીય પ્રગતી કરી છે.મરચાં, ડુંગળીનાં અલગ વિભાગ માટે પાત્રીસ કરોડનાં ખર્ચે જમીન ખરીદી,માર્કેટ શેષ ફીની અસરકારક વસુલાત,ખેડૂતો માટે વિમા પોલીસી, શેડનાં રિનોવેશન,સીસી રોડ,કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ,સીસીટીવી કેમેરા અને નવાં શોપીંગ સેન્‍ટરો સહીતનાં આયોજનો એ યાર્ડને સજ્જ કરાયું હોય પારદર્શક વહીવટ સાથેᅠ ખેડૂતો અને વેપારી આલમનાં ખુશહાલ માહોલ વચ્‍ચે વિપક્ષ કે વિરોધને અવકાશનાં હોય બેઠી ચુંટણી દ્વારા હોદ્દેદારો પસંદ કરાય તો નવાઇ નહીં.

 

(10:21 am IST)