Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જીતુભાઇ વાઘાણી અને રાઘવજીભાઇ મકવાણાની મંત્રી મંડળમાં પસંદગીથી ભાવનગર જીલ્લામાં હરખની હેલી

(મેઘના વિપુલ હીરાણી) ભાવનગર તા. ૧૭ :.. ભાવનગર જીલ્લામાંથી બે ધારાસભ્યોને પ્રધાનપદુ મળ્યુ છે. નો રીપીટ થીયરીનાં કારણે વિભાવરીબેન દવે અને પરસોતમ સોલંકી પડતા મુકાયા છે જેથી સામે બીજા બે ને પ્રધાનપદુ પ્રાપ્ત થયું છે.

ભાવનગર પશ્ચિમમાં ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીને રાજયનાં મંત્રીમંડળમાં કેબીનેટ મંત્રી તરીકે શિક્ષણ વિભાગનું ખાતુ ફાળવવામાં આવતાં ભાજપ વર્તુળોમાં આનંદની લાગણી ફેલાઇ છે. જયારે મહુવાનાં ધારાસભ્ય રાઘવજીભાઇ મકવાણાને પણ રાજય કક્ષાનાં મંત્રી તરીકે પસંદ કરાયા છે. આમ ભાવનગર જીલ્લામાં બે મંત્રીઓ પડતાં મુકાયા તેની સામે નવા બે ને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે.

દરમ્યાન શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાઘાણીનાં ભાવનગરનાં કાયાલય ખાતે કાર્યકરોએ આતશબાજી કરી મીઠાઇ વહેંચી મંત્રીપદને આવકાર્યુ હતું.

(11:53 am IST)