Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

માળીયા હાટીના પીએસઆઇના ચાર્જ સંભાળતા એસ.આઇ.મંધરા

પિખોરગામે ૬ પત્તા પ્રેમીઓને ૩૬ હજારના મુદામાલ સાથે ઝડપી લીધા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૭ : તાજેતરમાં જીલ્લા પોલીસ વડાશ્રી રવિ તેજા વાસમ શેટી દ્વારા વહીવટી સરળતા ખાતર જાહેર હિતમાં ૭ પીએસઆઇની આંતરીક બદલી કરેલ હતી.

 જેમાં લિવરિઝર્વમાં રહેલ પીએસઆઇ એસ.આઇ.મંધરાને માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવતા તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ દારૂ જુગારની પ્રવૃતિ ડામી દેવાની કાર્યવાહીહાથ ધરી છે. જેના ભાગરૂપે શ્રી મંધરાને મળેલ બાતમીના આધારે પીખોરનાં કાળ ભૈરવ મંદિર પાસે આવેલ ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમતા આશિષભાઇ બાબુભાઇ વાઘેલા દિનેશભાઇ ઠાકરશી ઘોડાસરા હબીબશા આમદશા સર્વદી તૌફિક સીકંદર શાહમદાર, અનિલભાઇ ધારશીભાઇ રામાણી, દિપકભાઇ રસીકભાઇ સોલંકી સહિત ૬ શખ્સોને ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા ઝડપી લઇ ૩૦૦૦૦ રોકડ ૬મોબાઇલ ફોન કુલ ૩૬૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન નવ નિયુકત પીએસઆઇ સમીર મંધરાએ કાયદો અને વ્યવસ્થા પ્રશ્ને કોઇપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહી અને આમ જનતાને કોઇપણ પ્રકારની મુશ્કેલી હોય તો સંપર્ક કરવા જણાવ્યું છે.

(11:57 am IST)