Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વિંછીયા પાસે ૮.૪૩ લાખનો દારૂ પકડાયો

છાસીયા ગામની સીમમાં દેવરાજ મીઠાપરાની વાડીમાં પીએસઆઈ આર.કે. ચાવડા તથા સ્ટાફનો દરોડોઃ ૭.૪૭ લાખનો વિદેશી દારૂ અને ૯૬૦૦૦ના બિયરના જથ્થા સહિત ૯.૯૩ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ, તા. ૧૭ :. વિંછીયાના છાસીયા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી ૮.૪૩ લાખનો દારૂનો જથ્થો ઝડપી લઈ બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ છાસીયા ગામની સીમમાં દેવરાજ જસમતભાઈ મીઠાપરાની વાડીમાં દારૂનો જથ્થો ભરેલુ મહેન્દ્ર પીકઅપ વાન ઉભુ હોવાની બાતમી મળતા વિંછીયાના પીએસઆઈ આર.કે. ચાવડા તથા સ્ટાફે રેડ કરી વિદેશી દારૂની બોટલ નંગ ૨૩૧૬ કિંમત ૭.૪૭ લાખ તથા બિયર નંગ ૯૬૦ કિં. ૯૬૦૦૦ મળી કુલ ૮.૪૩ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.  વિંછીયા પોલીસે ૮.૪૩ લાખનો દારૂ અને પીકઅપ વાન મળી કુલ ૯.૯૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વાડી માલિક દેવરાજ મીઠાપરા તથા પીકઅપ વાનના ચાલક સામે ગુન્હો દાખલ કરી બન્નેની શોધખોળ હાથ ધરી છે.

(11:59 am IST)