Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મોરબીના ડુપ્લીકેટ રેમેડસીવર ઇન્જેકશનના ગુન્હામાં આરોપી ફકીર મોહનગીરીના જામીન મંજુર

મોરબી તા.૧૬ : મોરબીના ચકચારી ડુપ્લીકેટ રેમેડસીવર ઇન્જેકશન પ્રકરણમાં આરોપી ફકીક મોહનગીરીનો જામીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

શહેર મોરબીમાં કોરોના-૧૯ વાયરસ મહામારીમાં કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતા રેમડેસીવર ઇન્જેકશનની અછત હોવાથી બ્લેક માર્કેટીંગ અંગે મોરબી એલ.સી.બી.સ્ટાફના માણસો દ્વારા મોરબી શકિત ચેમ્બર-૦ર, રાઘે હોટલ પાસે, ક્રિષ્ના ચેમ્બર્સ-૦૩ દુકાન નં.૧૬,૧૭ 'ઓમ એન્ટીક ઝોન' નામની દુકાનમાં લાયસન્સ વગર ગે.કા.રીતેડુપ્લીકેટ રેમડેસીવર ઇન્જેકશનનું બ્લેકમાં માર્કેટીંગ કરી વેચાણ કરતા (૧) રાહુલ અશ્વિનભાઇ કોટેચા-લોહાણા (ર) રવિવરાજ ઉર્ફે રાજ મનોજ હિરાણી-લોહાણા, રહે. બન્ને મોરબીવાળાની પોલીસ રેડ દરમ્યાન ધરપકડ કરવામાં આવેલ અને તેઅંગેની ફરીયાદ તા.૩૦/૪/ર૦ર૧ ના રોજ સંજયભાઇ ભીમાભાઇ મૈયડ અર્નામ પો.હેડ કોન્સ્ટેબલ બ.નં.ર૬૬, એલ. સી. બી.નાએ કરેલ જે અંગેના બનાવની એફ. આઇ. આર. તા.૧/પ/ર૦ર૧ ના રોજ નોંધાયેલી.

આ અંગેની તપાસ શહેર મોરબીના એસ.ઓ.જી., પી.આઇ.જે.એમ. આલે કરતા આ કામે કુલ ૩પ આરોપીના નામો ખુલતા અને તેમાંથી ૩ર આરોપીઅની અટક કરવામાં આવેલ છે અને બાકીના ૩ આરોપી નાસતા ફરતા છે. તેમ ચાર્જશીટમાં જણાવેલ છે.

આ રીતે આરોપી નં.૧૪ ફકીર મોહનગીરી સ./ઓ.મધુસુદનગીરી એકાદસ્તેલી જાતે, ગીરી, રહે. મુ.વાપી, જી.વલસાડ વાળાની ડુપ્લીકેટ રેમડેસીવર ઇન્જેશન ઉપર લગાવવામાં આવેલ 'સ્ટીકર' ની કોમ્પ્યુટર ઉપર આહેબુબ ડીઝાઇન બનાવીને ગુન્હો કરેલ છે.

આ કામના અરજદાર આરોપી અંગે જેજે દલીલો વકીલ શ્રી પી. ડી. માનસેતાએ કરેલ તે તમામ દલીલો મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી ઓઝાએ માન્ય રાખીને આ ગુન્હાના કામના આરોપી નં. ૧૪ ફકીર મોહનગીરી સ.-ઓ. મધુસુદનગીરી એકાદસ્તેલી જાતે ગીરીને શરતી જામીન રકમ રૂ. પ૦,૦૦૦ પુરા સોલવન્સી જામીન અંગેનો મંજૂર કરતો હુકમ તા. ૮-૯-ર૦ર૧ ના રોજ ફરમાવેલ અને શરતોમાં ગુજરાત રાજયની હદ છોડવી નહી, પાસપોર્ટ જો હોય તો નામ. કોર્ટમાં જમા કરાવવો, ગુન્હાહીત પ્રવૃતિ આચરવી નહીં, રહેણાંકના સરનામામાં કો ફેરફાર કરવો નહીં, જો કરવામાં આવે તો દિન-૭ માં કોર્ટને જાણ કરવી વિગેરે શરતોનું અરજદાર-આરોપીને ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, તેવી શરતે જામીન મંજૂર કર્યા હતાં.

આ જામીન અરજીના કામે શહેર મોરબીના ધારાશાસ્ત્રીશ્રી પી. ડી. માનસેતા એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ રોકાયેલ હતાં. 

(12:02 pm IST)