Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

લીંબડી ઉંટડી રોડ ઉપરથી જન્મેલ બાળક મળી આવ્યું

વઢવાણ,તા. ૧૭: લીંબડી રોડ ઉપર આવેલા ખોડીયાર નગર ની બાજુમાં આવેલી ઝાડીમાંથી તાજુ જન્મેલું બાળક મળી આવ્યું છે.

પી.એસ.આઇની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ છે અને ખોડીયાર નગર વિસ્તારમાં જાડીમાં પડેલા તાજા જન્મેલા બાળકને લઈ અને તાત્કાલિકપણે લીંબડીથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ મળી આવેલ બાળકની સારવાર પણ શરૂ કરાવી દેવામાં આવી છે.

લીંબડી પોલીસ દ્વારા માનવતા મહેકે તેવું કાર્ય કરવામાં આવ્યો છે ત્યારે તાજા જન્મેલા બાળક પુત્ર હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે ત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે અને તેના માતા-પિતાની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે તાજું જન્મેલું હોવાના કારણે માતા દ્વારા આ વિસ્તારમાં તરછોડી અને માતા ફરાર બની ગઈ હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

મળતી વિગત મુજબ નદીના સામાકાંઠે ઉટડી રોડ નિસર્ગ ગેસ ગોડાઉનની બાજુમાં બાવળની ઝાડીઓમા તપાસ કરતા બાવળની ઝાડીમા છેક અંદર ઝાડીમાં એક નવજાત શિશુ એક કપડાંમા વીંટળાયેલુ માટીમાં પડેલું જીવતું નવજાત શિશુ જોવા મળતા ત્યાર આ નવજાત શિશુને લઈને લીંબડી પોસ્ટે.ના ASI અશ્વિનકુમાર.એન.અંગારી તથા પો.કોન્સ અજયભાઈ ચિહલાનાઓ તે શિશુનેલઇને સરકારી રા.રા.હોસ્પિટલમા લાવીને સારવાર કરાવેલ છે અને સમય સર સારવાર મળી જતા હાલે આ નવજાત શિશુની તબિયત સારી છે.

લીબડી પોલીસ દ્વારા આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે અને બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

(12:02 pm IST)