Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જેતપુરના દેરડી બેઠા પુલ ઉપર બે દિવસ પહેલા ભાદર નદીમાં તણાયેલ યુવકનો મૃતદેહ મળ્યો

(કતેન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૭ : રાત્રી સમયે ઉપરવાસ વરસાદથી આ બેઠા  પુલ ઉપર પાણી ચડી જતા ત્યાંથી પસાર થાવુ બંધ થયેલ દરમ્યાન એક યુવાન રીક્ષા લઇ ત્યાંથી પસાર થતા પાણીના પ્રવાહમાં તણાઇ ગયેલ આ અંગેની જાણ તંત્રને કરાતા રાત્રીથી યુવાનને સોધવા તરવૈયાની ટીમને કામે લગાડેલ બે દિવસ સુધીની મહેનત બાદ પણ ગત રાત્રી સુધી મળી આવેલ ન હતી.

આજ રોજ સવારે તેના પરીવારજનો તેમજ સ્થાનીક ટીમ સહિતના શોધખોળ કરતા હતા ત્યારે સામા કાંઠે જવાના નવા પુલ પાસેથી ઝાળીમાંથી મળી આવતા તેને પી.એમ. માટે સરકારી હોસ્પીટલે ખસેડેલ આ યુવાન શહેરના બોખલા દરવાજા વિસ્તારમાં રહેતા હારૂનભાઇ આમદભાઇ આમદાણી (ઉ.૪૦) રીક્ષા ચલાવી તેના પરીવારનું ભરણ પોષણ કરતા હતા હારૂનભાઇના મોતથી બે પુત્ર ૧ પુત્રીએ પિતાની છત્રાછાયા ગુમાવી હતી.

(1:13 pm IST)