Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ઉપરવાસના વરસાદના કારણે ટંકારા તાલુકાનો ડેમી-૧ ડેમ ૯૪ ટકા ભરાયો

ટંકારા,તા.૧૭: મોરબી જિલ્લામાં હજુ જોઈએ તેવી મેદ્યમહેર થઈ નથી આમ છતાં ઉપરવાસ વરસાદને પગલે પહેલા બંગાવડી ડેમ બાદ કાલે સાંજે પાંચ વાગ્યે મિતાણા નજીક આવેલ ડેમી – ૧ ડેમ છલકાઈ જતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.

ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ વિશાળ ડેમી – ૧ ડેમ ઉપરવાસમાં વાંકાનેર પંથકમાં થયેલા સચરાચર વરસાદને પગલે સાંજે પાંચ વાગ્યે પવનની થપાટોને કારણે છલકાઈ જતા ડેમસાઈટ ઉપર મનમોહક નજારો સર્જાયો છે અને આ ડેમમાંથી સિંચાઈનો લાભ લેતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.

નોંધનીય છે કે, ડેમી – ૧ સિંચાઇ યોજના હેઠળ મિતાણા, હરબટીયાળી હિરાપર, સરાયા, નાના મોટા ખિજડીયા, કલ્યાણપર અને જબલપુર સહિતના ગામોની કેનાલ મારફતે પાણી સિંચાઈ માટે આપવામાં આવે છે ત્યારે ડેમ છલકી જતા ખેડૂતોને શિયાળુ સીઝન માટે પાણી મળવાની આશા જાગી છે.

જો કે, ડેમ સાઈટ ઉપરના ઓફીસર ડી.જી. પ્રજાપતિ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ડેમ ૯૪્રુ ભરાઈ ગયો હોય પવનની ગતિથી પાણી હિલોળે ચડતા ડેમ છલકાઇ રહયો છે. ઈનફલો સામે આઉટફલો સમાનતર થશે ત્યારે સત્ત્।ાવાર ઓવરફલો જાહેર કરવામાં આવશે. (તસ્વીરઃ જયેશ ભટ્ટાસણા-ટંકારા)

(1:13 pm IST)