Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

એજન્સી અપાવી દેવાના બહાને બે શખ્સોએ રૂ.૬૭૬૦૦ ટ્રાન્સફર કરાવી લીધા

કેશોદનાં કોયલાણા ગામના યુવાન સાથે છેતરપીંડી

(વિનુ જોશી  દ્વારા) જુનાગઢ તા. ૧૭ : કેશોદનાં કોયલાણા ગામના યુવાનનાં બેંક ખાતામાંથી બે શખ્સોએ એજન્સી અપાવી દેવાના બહાને રૂ.૬૭,૬૦૦ ટ્રાન્સફર કરાવી લઇ છેતરપીંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ થઇ છે.

જુનાગઢ જિલ્લાના કેશોદ પાસેનાં કોયલાણા ગામે રહેતા નાગરાજસિંહ મહિપતસિંહ ચાવડા ઉ.વ.ર૪ના બે અજાણ્યા મોબાઇલ ફોન ધારક શખ્સ સાથે સંપર્ક થયેલ.

જેમા આ શખ્સોએ પોતાની ઓળખ ફલીપકાર્ટ અને ઇ કાર્ટ કંપનીના મેનેજર અને કર્મચારી તરીકે આપી હતી.

બાદમાં બંને ઇસમોએ નાગરાજસિંહને તેજાની કંપનીની એજન્સી ચાલુ કરવાના નામે યુવાનના બેંક ખાતામાંથી રૂ.૬૭,૬૦૦ની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.આ પછી પોતાના મોબાઇલ ફોન કરી દઇ છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:14 pm IST)