Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

કુતીયાણામાં સવા ઇંચઃ પોરબંદર અને રાણાવાવમાં છૂટાછવાયા ઝાપટા

પોરબંદર તા. ૧૭ :.. જિલ્લામાં આજે સવારે છેલ્લા ર૪ કલાકમાં કુતીયાણામાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો પોરબંદર અને રાણાવાવમાં છૂટાછવાયા ઝાપટા વરસી જાય છે.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર વરસાદ ૧ મી. મી. (૭૧૪ મી. મી.) રાણાવાવ ૧ મી. મી. (૧૪૦ મી. મી.) કુતીયાણા ર૮ મી. મી. (૮૦૬ મી. મી.) નોંધાયેલ છે. એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ  ૧.૮ મી. મી. (૭૬૪,૩ મી.મી.) નોંધાયેલ છે.

પોરબંદરને પીવાનું પાણી પુરૃં પાડતા ખંભાળા જળાશયમાં ૭ ઇંચ નવું પાણી આવતા જળાશયની હાલની સપાટી ૩૩ ફુટ તેમજ ખંભાળા જળાશયમાં ૧ ઇંચ નવુ પાણી આવતા હાલ સપાટી ર૯.૪ ફુટ પહોંચી છે.

(1:16 pm IST)