Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ખંભાળિયામાં ૧૬ બોટલ દારૂ સાથે મેહુલ ગઢવી ઝડપાયો

 ખંભાળીયા પોલીસ સ્ટાફને ચોકકસ બાતમી મળી હતી કે, ટેલીફોન એકસચેંજ પાસે રહેતા વાલા દુલા ગઢવી પોતાના મકાનમાં વિદેશી દારૂ રાખી વેંચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૬ કિ.રૂ. ૬૪૦૦ની મળી આવતાં તે કબ્જે કરી હાજર મેહુલ દુલા ગઢવીને ઝડપી લઈ તેમની પાસે રહેલો મોબાઈલ સહિત રૂ.૯૪૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. મકાન માલિક વાલા દુલા ગઢવી હાજર નહીં મળી આવતાં તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ઘરી છે.

(1:25 pm IST)