Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મોરબી ડબલ મર્ડરના હત્યામાં સંડોવાયેલ શખ્શો રીઢા ગુનેગાર, પોલીસ પર પણ હુમલો કરેલ

મોરબીમાં પોલીસનું અસ્તિત્વ છે કે નહિ ? મહત્વનો સવાલ ૧૦ દિવસમાં હત્યાના ચાર બનાવોમાં છ લોકોના ભોગ લેવાયા.

મોરબી શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જેવું કશું રહ્યું જ ન હોય તેમ અસામાજિક તત્વો ફાટીને ધુમાડે ગયા છે અને પોલીસ ટીમો માત્ર ઓફિસમાં બેસીને પગાર લેતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કારણકે મોરબીમાં મર્ડર જેવા ગંભીર ગુન્હા એક બાદ એક બની રહ્યા છે જેમાં બુઘવારે મોડી રાત્રીના પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે
મોરબી શહેરમાં દસ દિવસ પૂર્વે ગેંગવોરની ઘટનામાં સરાજાહેર ફિલ્મી ઢબે ફાયરીંગ કરીને હત્યા કરવામાં આવી હોય જે ઘટનાના ૧૦ દિવસ વીત્યા નથી ત્યાં ફરીથી મોરબીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં ચારથી પાંચ ઇસમોએ પૂર્વ પાલિકા ઉપપ્રમુખ અને તેના પુત્રને છરી અને ઘારીયાના આડેધડ ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી હતી જેમાં મોરબીના વિસીપરા મદીના સોસાયટીમાં રહેતા પૂર્વ પાલિકા ઉપપ્રમુખ અને તેના પુત્રની બુધવારે મોડી રાત્રીના તેના જ ઘર નજીક છરી અને ઘારીયાના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે જે બનાવ મામલે મૃતક ફારૂકભાઈના પત્ની રઝીયાબેન મોટલાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ મોટલાણી અને પુત્ર ઈમ્તિયાઝ મોટલાણી ઘર પાસે હોય ત્યારે આરોપી ડાડો ઉર્ફે ડાડુ ઉફે રફીક તાજમહમદ જેડા, અસગર જાક્મ ભટ્ટી, જુસબ જાક્મ ભટ્ટી, આસિફ સુમરા અને મોહીન હાસમ દાવલીયા ઉર્ફે લાલો પીંજારોને મોરબી નગરપાલિકાની ચુંટણીમાં વાધા ચાલતા હોય જેથી આરોપીઓએ એક સંપ કરી છરી તથા ધારિયા વડે ઘરે ઘસી આવીને હુમલો કરી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જે બનાવને પગલે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
૧૦ દિવસમાં જીલ્લામાં હત્યાનો ચોથો બનાવ, છના ભોગ લેવાયા
મોરબી શહેરના ભાગોળે ગેંગવોરમાં આડેધડ ફાયરીંગ કરીને મમુ દાઢીની હત્યા કરવામાં આવી હોય જે ઘટના બાદ લખધીરપુર રોડ પર શ્રમીકની અંગત કારણોસર હત્યા કરાઈ હતી તો હળવદ પંથકમાં ઢોર ચરાવવા જેવી નજીવી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં બેના મોત થયા હતા તો ગઈકાલે બુધવારે મોડી રાત્રીના પૂર્વ પાલિકા ઉપપ્રમુખ અને તેના પુત્રને છરી અને ઘારીયાના આડેધડ ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે જીલ્લામાં માત્ર ૧૦ દિવસના ટૂંકાગાળામાં જ હત્યાનો ચોથો બનાવ છે જેમાં છ લોકોના ભોગ લેવાયા છે.

ReplyReply to allForward

(1:53 pm IST)