Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સાણથલીમાં ભાજપના રસિલાબેન વેકરિયા અને કોંગીના શારદાબેન ધડુક વચ્ચે જંગ

રાજકોટ જિલ્લા પંચાયતની બે બેઠકો માટે કાલ સુધીમાં ફોર્મ ભરાશે : શિવરાજપુરમાં કોંગી ઉમેદવાર વિનુભાઇ મેણિયા : ભાજપની જાહેરાત બાકી : ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નં. ૫માં ભાજપના ઉમેદવાર તરીકે વિલાસબેન કુણાલભાઇ સોજીત્રા

રાજકોટ તા. ૧૭ : જિલ્લા પંચાયતની જસદણ તાલુકાની બે બેઠકો માટે કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપે સાણથલી બેઠક માટે રસિલાબેન રમેશભાઇ વેકરિયા અને કોંગ્રેસે શારદાબેન વિનુભાઇ ધડુકને ટીકીટ આપી છે. શારદાબેન ગઇ ચૂંટણીમાં થોડા મતે હાર્યા હતા. શિવરાજપુર બેઠક માટે કોંગી ઉમેદવાર તરીકે વિનુભાઇ જગશીભાઇ મેણીયા જાહેર થયા છે. ભાજપ આ બેઠકના ઉમેદવારનું નામ સાંજ સુધીમાં જાહેર કરનાર છે. ૩ ઓકટોબરે મતદાન છે.

(3:04 pm IST)