Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

પાલીતાણા પંથકમાં જમીન ડૂબમાં ગયાનો અભિપ્રાય આપવા ૪ લાખની લાંચ માગનાર ૨ આરોપીઓને ૫ વર્ષની સજાઃ ૮૦ હજારનો દંડ

તત્કાલીન પીઆઈ અને સુરેન્દ્રનગરના હાલના વિભાગીય વડા હિમાંશુ દોશી ટીમની જહેમત ફળી

રાજકોટ,તા.૧૭: ૨૦૧૫ અર્થાત આજથી ૬ વર્ષ પહેલાં  પાલીતાણાના એક શખ્સની જમીન ડુબમાં ગયાનો અભિપ્રાય આપવા માટે  રૂપિયા ૪ લાખની લાંચ માંગણીના કેસમાં રાજકોટ એસીબીના તત્કાલીન પીઆઈ અને હાલના સુરેન્દ્રનગરના વિભાગીય વડા હિમાંશુ દોશી દ્વારા કુનેહપૂર્વક ગોઠવાયેલ સફળ છટકાના ચકચારી મામલામાં અદાલત દ્વારા સરકારી વકીલ દ્વારા રજૂ થયેલ પુરાવા આધારે સજા અને દંડ ફટકારતાં સન્નાટો મચી ગયો છે.

૨૦૧૫માં પાલીતાણાના થોરાળી ગામના રહેવાસી ફરીયાદી ઘુઘાભાઈ નાથાભાઈએ ગોરજીયા ગામની જમીન શેત્રુંજી ડેમમાં ડુબમાં ગયેલ હોય તેનો અભિપ્રાય આપવા ૪ લાખની માંગણી કરેલ જેમાં પ્રથમ રૂ.૨ લાખ આપવાનો વાયદો થયેલ. જેમાં બે લાખની લાંચ સ્વીકારતા એ.સી.બી.ના ટ્રેપીંગ અધિકારી એચ.પી.દોશી, પી.આઈ.રાજકોટ દ્વારા ટ્રેપ કરવામાં આવેલ જે ટ્રેપનું છટકું ભાવનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે એ.સી.બી. ટ્રેપ સફળ જતાં તેની સામે તપાસની કાર્યવાહીના અંતે ડુંગરભાઈ નથુભાઈ સાગડીયા પાલીતાણા વિભાગ ૧ જળ સિંચન પેટા વિભાગ તથા નીતિનભાઈ ચંદુભાઈ રાવજી આસીસ્ટન્ટ ટી.બી.સી. સેકશન જળ સિંચન પેટાા વિભાગ સામે કેસ પાચમાં એડીશ્નલ સેશન્સ જજ એચ.એન. વકીલની કોર્ટમાં ચાલ જતાં સરકારી વકીલ દ્વારા રજુ કરાયેલા સાઈટેશન તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે બન્ને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ  અધિનીયમની વિવિધ કલમો હેઠળ પાંચ વર્ષની સજા અને બન્નેને કુલ ૮૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

(3:04 pm IST)