Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ગોંડલમાં ધોધમાર ૧ ઇંચ સૌરાષ્ટ્રના ૮ તાલુકામાં ઝાપટાથી અડધો ઇંચ

રાજકોટ તા.૧૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ સાથે ગોંડલમાં ધોધમાર ૧ ઇંચ વરસાદ પડયો છે.

ગોંડલના ફોટોગ્રાફર ભાવેશ ભોજાણીનાં અહેવાલમાં જણાવાયું છે. કે ગોંડલ શહેરમાં ૧ ઇંચ અને ગોંડલ પંથકના હાઇ-વે ઉપર બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત ઘોઘા, ભાવનગરમાં અડધો ઇંચ તથા બાબરા, પાલીતાણા, જેશર, મહુવા, ગઢડા, તાલાલામાં ઝાપટા પડયા છ.ેઉના વિસ્તારમાં ઝાપટુ પડયાનું ''અકિલા'' ફેસબુક લાઇવના શ્રોતા દિનેશભાઇ વાજાએ જણાવ્ય ુંછ.ે

ગોંડલના બાંદરામા ધોધમાર વરસાદ પડયાનું ''અકિલા'' ફેસબુક લાઇવના શ્રોતા મુનાભાઇ ભાટીયાએ જણાવ્યું છ.ે

જેતપુરમાં ધોધમાર વરસાદ પડયો હોવાનું ''અકિલા'' ફેસબુક લાઇવના શ્રોતા આનંદ ભાટીયાએ જણાવ્યું છ.ે

ધોરાજીના નાનીમારડ ગામમાં ધોધમાર વરસાદ પડયાનું અકિલા ફેસબુક લાઇવના શ્રોતા વી.ડી. જાડેજાએ જણાવ્યું છે.

ધોરાજીમાં જોરદાર વરસાદ ચાલુહોવાનું અકિલા ફેસબુક લાઇવના  શ્રોતા ઇમ્તીયાઝભાઇ મોરે જણાવ્યું છે.

(4:54 pm IST)