Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ધોરાજીમાં તાલુકા વહીવટી તંત્ર વિભાગ દ્વારા ગરીબોની બેલી સરકાર કાર્યક્રમમાં લાભાર્થીઓને તેમજ કીટ તેમજ સર્ટિફિકેટનું વિતરણ કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ યોજાયો: ધોરાજીમાં આઠ ગામોમાં 100% રશીકરણ કરનાર સરપંચનું સર્ટિફિકેટ દ્વારા સન્માન કરાયું: અનેક ગરીબ પરિવારોને ઉજ્વલા યોજના બાળ સેવા યોજના નિ કીટ અર્પણ કરાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા દ્વારા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે મોટાભાગના ગરીબ પરિવારોને ઉજ્વલા યોજના બાળ સેવા યોજના તેમજ આઠ જેટલા ગામોમાં 100% રસીકરણ થતા સરપંચ નું પ્રમાણ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ગરીબો ની બેલી સરકાર કાર્યક્રમમાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ એ જણાવેલ કે આજે ભગવાન શ્રી વિશ્વકર્મા નો જન્મદિવસ છે તેમજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 71 નો જન્મદિવસ અને મારા માતૃશ્રી ની પુણ્યતિથિ છે આ પાવન પ્રસંગે ધોરાજી ને આંગણે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ આયોજન કર્યું છે જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજે 71માં જન્મદિવસ નિમિત્તે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ ખરા અર્થમાં ગરીબોને મદદરૂપ બનતી ભારત સરકાર છે આ સાથે ભારત સરકારની પ્રેરણાથી ગુજરાત સરકારના માધ્યમ દ્વારા ગરીબોને અનેક યોજનાકીય લાભો ની મદદ કરી છે કોરોના ના કપરા સમયમાં ગુજરાતમાં ૧૮ મહિના સુધી વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું
૨૯ લાખ પરિવારોને ગેસનું કનેક્શન પણ આપવામાં આવ્યું હતું અને મહિલાઓને ચુલા ના ધુમાડા માં થી મુક્તિ પણ નરેન્દ્રભાઈ મોદી આપી છે આ સાથે ગુજરાતમાં ૧ કરોડ 60 લાખ ગરીબ પરિવારોને જન ધન ખાતા વિનામુલ્યે ખોલી આપવામાં આવ્યા છે તેમજ આયુષ્યમાન યોજના હેઠળ ત્રણ કરોડ વીસ લાખ લોકોને રૂપિયા પાંચ લાખની ઓપરેશનો વિનામૂલ્યે મલ્ટી હોસ્પિટલ માં થાય તે પ્રકારે આયુષ્યમાન યોજના હેઠળ ગરીબ પરિવારોને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ ગરીબો માટે ૩૩.૫ લાખ પરિવારોને શૌચાલય નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ધ્યાનથી ૪.૭૧ લાખ પરિવારોને ઘરના ઘર મળ્યા છે અને ગુજરાતમાં પાંચ કરોડથી વધુ લોકોને વિનામૂલ્યે  રસી આપવામાં આવ્યા છે જે અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ ધોરાજી સરકારી પ્રશાસન પણ ગરીબ પરિવારો માટે કામગીરી કરે છે તે અંગે પણ અભિનંદન પાઠવ્યા હતા

 આ સાથે ગુજરાત ભાજપ પ્રદેશ સદસ્ય વી.ડી.પટેલ એ જણાવેલ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના 71માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતા જણાવેલ કે આજે ગરીબોની બેલી સરકાર તાજેતરમાં ગુજરાત સરકાર અને ભારત સરકારના અનેક ગરીબ પરિવારો માટે અનેક યોજનાઓ ખુલ્લી મુકવામાં આવી છે અને આ યોજનો ના માધ્યમથી લાખો ગરીબ પરિવારોને ફાયદો થયો છે અને નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા ગરીબલક્ષી ચિંતાઓ કરી છે ત્યારે આજે એમના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવી હતી
ગરીબ બેલી સરકાર કાર્યક્રમમાં ઉજ્જવલા યોજના તેમજ બાલ સેવા યોજના લાભાર્થીઓને કીટ મિત્રો તેમજ 100% રસીકરણ કરનાર 8 ગામના સરપંચોને સન્માનપત્ર થી આગેવાનો
 પ્રદેશ ભાજપ સદસ્ય વિ.ડી. પટેલ જિલ્લા ભાજપ મંત્રી હરસુખભાઈ ટોપિયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી તેમજ જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ સૌરાષ્ટ્ર અનુ જાતિ મોરચાના મીડિયા પ્રમુખ ભરતભાઇ બગડા ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા ધોરાજી તાલુકા વિકાસ અધિકારી કે.પી ચાવડા ધોરાજી તાલુકા ભાજપના મહામંત્રી જનકસિંહ જાડેજા તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ ડાંગર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ કણસાગરા  ધોરાજી તાલુકા પંચાયતના રામભાઈ હેરભા  બક્ષીપંચ મોરચાના તાલુકા પ્રમુખ હરેશભાઇ હેરભા ધોરાજી શહેર ભાજપ ઉપપ્રમુખ વિજયભાઈ અંટાળા (જે ભગવાન) શહેર મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા ધોરાજી તાલુકા ભાજપ ના પ્રતાપસિંહ ચુડાસમા રાજુભાઈ વીંજુંડા રાજુભાઇ વઘાસિયા ના વરદ હસ્તે કીટ તેમજ સન્માન પત્ર આપવામાં આવ્યા હતા
સમારોહમાં સરકારી અધિકારીઓ તેમજ રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(6:53 pm IST)