Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વડાપ્રધાનના જન્મદિવસે ૭૮૦થી વધુ રસકરણ સાઇટ પરથી સાંજે ૫ વાગ્યા સુધીમાં જિલ્લાના ૪૯૫૩૫ લોકોનું રસીકરણ કરાયું

રાજકોટ :રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના જણાવાયા અનુસાર રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં સાંજના ૫.૦૦ વાગ્યા સુધીમાં ૪૯૫૩૫ લોકોને કોરોના વિરોધી રસી મુકવામાં આવી છે.

  રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં કુલ ૧૫૩૮૮ નાગરિકોને આજે સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં  પ્રથમ ડોઝ અને ૩૪૧૪૭ લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવેલ હતો. જાન્યુઆરીથી આજ સુધીમાં એક ૧૩૪૯૩૮૦ લોકોને કોરોનાની રસી આપવામાં આવેલ છે, જેમાં ૯૭૮૯૨૨ લોકોને પ્રથમ અને ૩૭૦૪૫૮ લોકોને બીજો ડોઝ આપવામાં આવેલ છે. જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૫ તાલુકાઓની સાબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, ૭ અર્બન હેલ્થ સેન્ટર, અને ૩૪૪ સબ સેન્ટર તથા અન્ય ગામોમાં મળી ૭૮૦થી વધુ રસીકરણ સાઈટ ગોઠવવામાં આવેલ હતી

  આ મેગા રસીકરણ મેગામાં કલેકટર અરૂણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, આરોગ્ય કર્મચારીઓ, મેડિકલ ઓફિસરો,  તાલુકા હેલ્થ ઓફિસરો તથા તાલુકા પંચાયતના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ, ગ્રામ્ય કક્ષાની પંચાયતો, સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો વગેરેએ ઉમદા કામગીરી કરી છે. ગ્રામ પંચાયતના સરપંચ વગેરેએ ઉત્સાહપૂર્વક આ કામગીરીમાં ભાગ લીધો હતો.

(7:23 pm IST)