Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

૧૯ સપ્ટેમ્બરની જી.પી.એસ.સી.ની પરીક્ષાના ૬ ઉમેદવારોની બદલાયેલી બેઠક વ્યવસ્થા

રાજકોટ:૧૯ સપ્ટેમ્બરના રોજ નાયબ મેનેજર વહીવટ વર્ગ-૨ની સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ જિલ્લાના ઉમેદવારો માટે રાજકોટ શહેર ખાતે યોજાનારી પરીક્ષા આપતા ૬ ઉમેદવારોની બેઠક વ્યવસ્થામાં ફેરફાર થયેલ છે.
   ૧૦૫૦૩૪૮૦૬ અને ૧૦૫૦૩૫૦૨૧ નંબરના ઉમેદવારોનું પરીક્ષા સ્થળ બદલાઇને જી. કે. ધોળકિયા સ્કૂલ સેન્ટર-એ, ડીવાઇન હાઇસ્કુલ સામે, પંચાયતનગર બસ સ્ટોપ પાસે, યુનિવર્સિટિ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. ૧૦૫૦૩૫૦૨૨ અને ૧૦૫૦૩૫૨૩૭ નંબરના ઉમેદવારોનું પરીક્ષાસ્થળ બદલાઇને જી. કે. ધોળકિયા સ્કૂલ સેન્ટર-બી, ડીવાઇન હાઇસ્કુલ સામે, પંચાયતનગર બસ સ્ટોપ પાસે, યુનિવર્સિટિ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. અને ૧૦૫૦૩૫૨૩૮ તથા ૧૦૫૦૩૫૪૫૩ નંબરના ઉમેદવારોનું પરીક્ષા સ્થળ બદલાઇને જી. કે. ધોળકિયા સ્કૂલ સેન્ટર-સી, ડીવાઇન હાઇસ્કુલ સામે, પંચાયતનગર બસ સ્ટોપ પાસે, યુનિવર્સિટિ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. સંબંધિત ઉમદવારોને આ બાબતની નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાની યાદીમાં જણાવાયું છે.

(7:24 pm IST)