Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ધોરાજીની ઝાંઝમેર બેઠક ઉપર ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ પર ખેંચનાર ડો.ચિરાગ દેસાઈએ ફિનાઈલ પી લીધું

ફોર્મ પરત ખેચી લેતા કોંગેસની બેઠક બિન હરીફ જાહેર થઈ : ડો, ચિરાગ દેસાઈની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડયા

ધોરાજીની ઝાંઝમેર બેઠક ઉપર ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ પર ખેંચનાર ડો.ચિરાગ દેસાઈએ ફિનાઈલ પી લીધું હતું. તેમની હાલત ગંભીર હોવાથી તેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઝાંઝમેરના ભાજપના ઉમેદવાર ડો. ચિરાગ રમેશભાઈ દેસાઈએ ઉમેદવારી ફોર્મ પરત ખેચી લેતા કોંગેસની બેઠક બિન હરીફ જાહેર થઈ છે. ત્યારે ઝાંઝમેર સીટ પર ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી પાછી ખેંચી લેનાર ઉમેદવાર ડો. ચિરાગ દેસાઇએ કોઈ કારણોસર ફિનાઈલ પી લેતા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે.જો કે, હાલ આ બનાવ રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે

આ બનાવ અગે પોલીસે જણાવ્યું છે કે, ધોરાજીના હિરપરા વાડી ખાતે રહેતા ડો.ચિરાગ રમેશભાઈ દેસાઈ નામના વ્યક્તિએ ફિનાઈલ પી લેતા તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલે આવ્યા હતા. બાદમાં પોલીસને જાણ થતા સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. હાલ ડો. ચિરાગ દેસાઇ ભાનમાં ન હોવાથી તેમના ભાનમાં આવ્યા બાદ પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવનાર છે.

ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ પરત ખેચી લીધાના બીજા દિવસે ઝેરી દવા પી લીધાનો બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે સત્ય હકીકત ડો.ચિરાગ દેસાઈ ભાનમાં આવે ત્યારે જ જાણી શકાશે.

(9:34 pm IST)