Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ભાવનગરના શિહોરની પરિણિતાને આપઘાતની ફરજ પાડવા અંગે પકડાયેલ પતિને ૧૦ વર્ષની સજા ફટકારતી કોર્ટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૮ :  એકાદ વર્ષ પૂર્વે સિહોરની પરણિતાને પતિ સહિતનાં સાસરીયાઓએ શારિરીક અને માનસીક ત્રાસ આપતા પરણિતાએ કંટાળી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લિધો હતો. આ બનાવ અંગે મરણજનારની માતાએ જે તે સમયે સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની અદાલતમાં ચાલી જતાં અદાલતે મુખ્ય આરોપી પતિ સામેનો ગુનો સાબીત માની આરોપીને ૧૦ વર્ષની સખ્તકેદની સજા અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામનાં આરોેપીઓ પૈકીના આરોપી નં.(૧) હરેશભાઇ કાબાભાઇ ઉર્ફે કલ્પેશભાઇ પરમાર જાતે કોળી, ઉ.વ.૩૨, રે. હાલ વેલનાથ સોસાયટી સિહોર મૂળ વતન ખરકડી ગામ, તા. દ્યોદ્યાનાઓ આ કામના ફરિયાદી રાધાબેન રાજુભાઇ ચૌહાણ,(રે.કાળિયાબીડ શકિતમાતાના મંદિર પાસે ભાખલપરા રોડ, ભાવનગર મુળ વતન સીદસર તા. જી. ભાવનગર)ની દિકરી મરણજનાર કાજલબેનના પતિ થતા હોય તેમને અન્ય આરોપી નં. (૨) કાબાભાઇ ઉર્ફે કલ્પેશભાઇ મનજીભાઇ પરમાર, તથા આરોપી નં-(૪) ઉષાબેન, તેઓના સાસુ-સસરા થતાં હોય, આરોપી નં (૩), મીલનભાઇ, દિયર થતાં હોય તેઓએ મરણ જનારને તેમનાં માં-બાપના દ્યરે કેમ અવાર નવાર જાવ છો. તેમ કહી, તેણીની ઉપર ખોટા વ્હેમ કરી, અપશબ્દો કહી, શારિરીક અને માનસીક ત્રાસ આપતાં કાજલબેને ગત તા. ૧૦-૦૧-૨૦૧૯ના રોજ તેણીના દ્યરે ગળાફાંસો ખાઇ આપદ્યાત વ્હોરી લિધો હતો. પરણિતાને મરવા મજબુર કરી એકબીજાને મદદગારી કરતાં ઉકત સાસરીયાઓ સામે ફરિયાદી રાધાબેન ચૌહાણે જે તે સમયે સિહોર પોલીસમાં ગુનો નોંધાવતા પતિ, સાસુ, સસરા અને દિયર સામે ઇપીકો કલમ ૩૦૬, ૪૯૮(ક),૩૨૩, ૫૦૪,૧૧૪ મુજબનો ગુનો નોંધ્યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને લઇ મુખ્ય આરોપી હરેશ કાબાભાઇ ઉર્ફે કલ્પેશભાઇ પરમાર સામે ઈપીકો કલમ ૩૦૬ મુજબના ગુના સબબ કસુરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂપીયા ૧૦ હજારનો દંડ, ઈપીકો કલમ ૪૯૮ (ક) મુજબના ગુના સબબ ત્રણ વર્ષની કેદની સજા અને રોકડા રૂપીયા પાંચ હજાર દંડ ફટકાર્યો હતો. જયારે અન્ય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.

(10:18 am IST)