Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વાંકાનેર તાલુકામાં મોરબી જીલ્લા પંચાયતની ચૂંટણીમાં અનેક ઉમેદવારોએ ફોર્મ ભર્યા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૧૮: મોરબી જીલ્લા પંચાયતની વાંકાનેર તાલુકાની બેઠકો ઉપર અનેક ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

જેમાં ચંદ્રપુર બેઠક માટે મંજુબેન કરશનભાઇ લુંભાણી, રૈયાબેન ભોપાભાઇ મકવાણા, સજુબેન હેમુભાઇ ધરજીયા જ્યારે ઢુંવા બેઠકમાં રંજનબેન પ્રભુભાઇ વિંઝવાડીયા, સરોજબેન વાઘજીભાઇ ડાંગરીયા, કેશુબેન બચુભાઇ કણુપરા મહીકા બેઠક ઉપર ગોરધનભાઇ પોલાભાઇ સરવૈયા, નરઘણભાઇ દેવસીભાઇ મેઘાણી, મહમદ આરીફ દીનમામદ બ્લોચ ચૂંટણી લડી રહ્યા છે.

જયારે રાજાવડલા બેઠક ઉપરથી જયોતિબા હરદેવસિંહ જાડેજા, લક્ષ્મીબેન ગોવિંદભાઇ કળોતરા, હફીજાબેન હુશેનભાઇ શેરસીયા રાતીદેવળી બેઠક માટે ગુલામ અમી પરાસરા , ઝાહીરઅબ્બાસ યુસુફ શેરસીયા, સોહીલ સાજીભાઇ શેરસીયા, રમેશભાઇ બાબુભાઇ સાટકા તથા તિથવા જીલ્લા પંચાયતની બેઠક ઉપર નુરજહાબેન ઇસ્માઇભાઇ કડીવાર, હફીજાબેન ઇસ્માઇલભાઇ બાદી, ઝફરૂલ્લનિશા મહેબુબભાઇ કડીવાર, રહીમાબેન મહેબુબ કડીવારએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે.

(10:19 am IST)