Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

પોરબંદર : ડીઝલના ભડકે બળતા ભાવ તથા દરિયામાં વધતા પ્રદૂષણથી માછીમારોની દયનીય હાલત

માછલીનો પુરતો જથ્થો નહીં મળતા બોટ ચલાવવાનું પોષાતુ નથીઃ આર્થિક સહાય પેકેજ આપવા વડાપ્રધાનને રજુઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૮: મરીન ફિશરીઝ કો-ઓ સોસાયટી દ્વારા વડાપ્રધાનને રજુઆતમાં જણાવેલ છે માછીમાર લોકો ની દયનીય હાલત છે.  ડીઝલના ભાવ ભડકે બળે છે, તેમજ કેમિકલયુકત ફેકટરીઓના ઝેરી પાણી દરિયામાં ઠાલવવા, તથા માછલીઓના જથ્થોના મળતા બોટો બંધ થયેલ છે તે બાબત સરકાર દ્વારા પેકેજ આપવા  માંગણી છે.

રજુઆતમાં જણાવેલ કે, માછીમારી ધંધામાં છેલ્લા ત્રણ વર્ષથી માછીમારી ઉદ્યોગમાં મહામારી ચાલી રહી છે. મચ્છીનો જથ્થો મળતો નથી મચ્છીના ભાવો અપુરતા મળે છે. બોટ ચલાવી શકાય તેમ નથી ડીઝલના ભાવો આશમાને જઇ રહિયા છે. મોંદ્યવારી અતિશય વધી રહી છે. પગાર ધોરણ ઊચા જઈ રહીયુ છે.આવી પરિસ્થિતિમાં બોટ ચલાવી શકાય તેવી પોઝિશન રહી નથી એટ્લે હાલમાં ૭૦% માછીમાર બોટ બંધ થઈ ગઈ છે અને માછીમારો બે હાલ થઈ ગયા છે. બેકારીના કહેરમાં હોમાઇ જઈ રહ્યા છે. આવી પરિસ્થિતિના આધારે આ ઉદ્યોગને લગતા ધંધાદારી, દુકાનો, સ્પેરપાર્ટસ, નેટ -જરીના ધંધાદારી, લારી-ગલ્લા વાળા, મજૂરો બધા બેકાર બની રહ્યા છે. ડીઝલ -પેટ્રોલમાં ભાવ સતત વધતા જાય છે.

માછીમારોને બેંક માથી લોન લીધેલ હોય તેમના હપ્તા ભરવાની શકિત નથી રહી જેમકે ઘરના કુટુંબને બે ટક જમવાના ફાંફા થઈ ગયા છે. આવી હાલતમાં સરકારશ્રીએ આગળ આવી માછીમારને વહેલી તકે સહાય કરવી જોઈએ તો દેશના માછીમાર ડૂબતા બહાર કાઢવા જોઈએ નહીં તો બેકારીના કહેરમાં હોમાઇ જશે.

સરકારશ્રીના નિર્ણય પ્રમાણે રાજય ની ૧૯૦૦ ફેકટરી ના ઝેરી કેમિકલ યુકત પાણીનો નિકાસ પાઇપ લાઇન મારફતે દરિયામાં ઠાલવવાની મંજૂરી અપાઈ રહી છે. તે ઝેરી પાણી દ્વારા દરિયામાં જે માછલી બચી છે તેનો નાશ કરી નાખશે, આ બાબત અગાઉ સરકારશ્રીને અવાર નવાર પર્યાવરણ બાબતની જાણ કરેલ છે, પણ આ બાબત સરકાર શ્રી તથા પર્યાવરણ વિભાગ આંખ આડા કાન કરી રહ્યા છે. તો આવા વિચાર દ્વારા નુકસાન માછીમાર પ્રજાને થશે તો વહેલી તકે ધ્યાન દોરો નહીં તો સમગ્ર રાજયમાં અંધાધુહત, મહામારી, લૂંટ -ફાટ ઉભી થવામાં વાર નહિ લાગે અને માછીમારો અને એમને લગતા ધંધાદારી, શહેરના વેપારી ઓ બેકાર થઈ જશે અને મહામારી ઉભી થશે. તેમ રજુઆતમાં જણાવેલ છે.

(11:22 am IST)