Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ધર્મેન્દ્રને ટ્રેકટર અને અધધ...૫૦૦ કિલોની તિજોરી ભેટ

ગોંડલના વિખ્યાત ત્રિશુલ ગ્રુપ દ્વારા ધર્મેન્દ્રના ફાર્મહાઉસની મુલાકાતઃ ખાદીનું કાપડ, મમરા, પૌઆની પણ ભેટ

રાજકોટઃ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, બોલિવૂડના મહાન કલાકાર શ્રી ધર્મેન્દ્ર કે જેને આપણે શોલે ફીલ્મમાં સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચનની સાથેના વીરૂના રોલમાં યાદ કરીએ છીએ એ ધર્મેન્દ્રજીના લોનાવાલા, મહારાષ્ટ્ર ખાતેના ફાર્મ હાઉસ પર જઈ અને ગોંડલનાં ત્રિશુલ ગ્રુપ કે જે ત્રિશુલ ટ્રેકટર્સ, ત્રિશુલ સોલાર, ત્રિશુલ મમરા, ત્રિશુલ પૌવા, ત્રિશૂલ તિજોરી વગેરે બધું બનાવે છે એમણે ત્યાં જઈને આ મહાન કલાકારને એમના પોતાના ટ્રેકટર અને એમની તિજોરી ભેટમાં આપેલ.

ધર્મેન્દ્રના લોનાવાલા સ્થિત ફાર્મ હાઉસ ખાતે બોલાવ્યા હતા. ત્રિશુલ ગ્રુપના મેનેજિંગ ડિરેકટર શ્રી ગોપાલ સખીયાની સાથે ગોંડલ ની બાજુમાં આવેલ 'ધ હેવન્સ વોટરપાર્ક' નાં મેનેજિંગ ડિરેકટર કેતનભાઈ રૈયાણી, ગોંડલનાં પ્રખ્યાત કોરિયોગ્રાફર ચેતન જેઠવા અને ત્રિશુલ ગ્રુપનાં બીજા સભ્ય ત્યાં ગયા અને ધર્મેન્દ્રજી એ પૂરેપૂરો પાંચ કલાકનો સમય ફાળવ્યો ત્યારે ગોપાલ સખીયાએ પોતાની બનાવટનું ત્રિશુલ ટ્રેકટર અને સાથે સાથે આ કંપનીની એક બીજી એક પ્રોડકટ કે જેનું વજન ૫૦૦ કિલો છે એ તિજોરી ભેટમાં આપી. જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો. સાથે સાથે ગોંડલનાં પ્રખ્યાત ઉદ્યોગ ભારતીનું ખાદીનું કાપડ અને ત્રિશુલ કંપનીની બીજી પ્રોડકટ મમરા અને પૌઆ પણ તેમને ભેટમાં આપ્યા હતા.

આ બધી જ ભેટ લઇ અને ધર્મેન્દ્ર જી ખૂબ જ રાજી થયા હતા અને એમની ફિલ્મો વિશે ની જ વાત બધા સાથે કરી. સાથે એ પણ યાદ કર્યુ  કે ગોંડલ એ રાજકોટ જીલ્લામાં આવે છે તો રાજકોટમાં ફિલ્મના શૂટિંગ માટે પણ તે આવ્યા હતા અને એ વખતે એમને રાજકોટમાં ખૂબ જ મજા પડેલી. અને આ બધી જ વાત કરતાં તેઓ ખૂબ જ ખુશ થયા અને જણાવ્યું કે તમે લોકો આટલી  પ્રવૃત્તિઓ કરો છો એ બહુ સારી વાત છે. અને એમ કહીને એમણે બધાને ખૂબ ખૂબ બિરદાવ્યા હતા.

(11:23 am IST)